ચોટીલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં દિપડાનું બચ્ચું મૃત હાલતમાં મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-03 17:35:59
  • Views : 1382
  • Modified Date : 2020-03-03 17:35:59

ચોટીલા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં  દિપડાનું બચ્ચું મૃત હાલતમાં મળ્યું

નાયબ વન સંરક્ષકશ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જિલ્લાના વન વિભાગને ચોબારીના રેવન્યુ વિસ્તારમાં આશરે એક વર્ષની ઉંમરનું  દિપડાનું બચ્ચું મૃત હાલતમાં મળેલ હતું.

 જે અન્વયે પ્રાથમિક તપાસમાં આ બચ્ચાને સિંહ દ્વારા મારવામાં આવ્યું હોવાનું માલુમ પડયું છે. સિંહ અને દિપડા બંને આહાર શૃંખલામાં સૈાથી ઉપરના સ્તરના પ્રાણીઓ છે અને તેઓ પોતાની આગવી ટેરીટરી બનાવીને તે વિસ્તારમાં રહેતા હોય છે. ટેરીટરીના ઓવર લેપીંગની સ્થિતીમાં કેટલીક વખત આવી ઘટનાઓ બનતી હોય છે કે, જેમાં બંને પ્રાણીઓ વચ્ચે ઘર્ષણ થાય અને કુદરતી રીતે કોઇ એકનું મૃત્યુ થતુ હોય છે.  તેમજ મારણ થયેલ પશુને ખાવાની સ્પર્ધામાં પણ કેટલાંક સંજોગોમાં આવી સ્થિતી ઉભી થઇ શકે છે.  વન વિભાગે આ ઘટનામાં દિપડાનું બચ્ચું ઉંમરમાં નાનુ અને સિંહની સંખ્યા બે હોવાને લીધે સિંહો દ્વારા દિપડાના બચ્ચાને મારવામાં આવ્યું હોઈ તેવું અનુમાન કરેલ છે.દિપડો એકાંતપ્રિય પ્રાણી છે. સામાન્ય રીતે જન્મથી એક વર્ષ સુધી બચ્ચાની કાળજી માતા દ્વારા લેવામાં આવે છે ત્યાર બાદ દિપડાની માતાથી બચ્ચુ નવી ટેરીટરી માટે છુટું પડતુ હોય છે. આવા સમયે બચ્ચાના મૃત્યુ થવાની સંભાવનાઓ વધુ રહેતી હોય છે. આ કિસ્સામાં પણ આવુ બનેલું હોઇ શકે. આથી બચ્ચાના મૃત્યુ બાદ માતાના વર્તણુકમાં અસામાન્ય ફેરફાર થવાની સંભાવના એકદમ નહિવત રહેલી છે. આ વિસ્તારમાં સિંહ આવવાની આનુંસાંગિક ઘટના છે. અત્યાર સુધીમાં સિંહો દ્વારા ર૩ (ત્રેવીસ) માલઢોરના મારણ કરેલ છે. 

Download Our B K News Today App



Related News