પાલનપુરમાંથી ચોરીના ત્રણ મોટરસાઇકલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 15:13:48
  • Views : 906
  • Modified Date : 2020-07-25 15:13:48

પાલનપુર પૂર્વ પોલીસે બુધવારે પાલનપુર શહેરમાંથી ચોરીના ત્રણ મોટર સાઇકલો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરની પૂર્વ પોલીસ બુધવારે શહેરના પૂર્વ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલી બાતમીને આધારે અગાઉ ચોરાયેલા ત્રણ મોટર સાઇકલો સાથે પાલનપુરના કંથોરીયા હનુમાન વિસ્તારમાં રહેતા રવિભાઇ ભરતભાઇ માળી, પાલનપુરના ધાણધા ગામે રહેતા લાલાભાઇ ઉર્ફે લાલો બાબુભાઇ આસોડીયા અને પાલનપુરના ગોઢ ગામે રહેતા ગોદડસિહ ઉર્ફે ગોદભા સુમેરસિંહ ડાભીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોએ બાઈકની ચોરી કર્યાની કબૂલાત પણ કરી હતી. પોલીસે ત્રણેય શખ્સો સામે બાઈક ચોરીનો ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા શખ્સો અન્ય કોઈ બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પુછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરાશે.

Download Our B K News Today App



Related News