વાવ ટાઉનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 10:54:22
  • Views : 889
  • Modified Date : 2019-05-16 10:54:22

વાવ ટાઉનમાં શૈલેષભાઈ કીશનભાઈ વજીરની કિસમત પાર્લર નામની દુકાનમાંથી તા.૧૩/પ/ર૦૧૯ ક. ર૩/૦૦ થી તા.૧૪/પ/૧૯ ના કલાક ૦૬/૦૦ દરમિયાન એક નવરસ તેલનો પ લીટર તથા સાગર ઘી નો ડબો ૧ લીટર તેમજ બીડી તથા પાન મસાલાની પડીકીઓ તથા રોકડ રકમ ત્રણસો પરચુરણ મળી કુલ કિં.રૂ.૧૭૮૦/- ના મુદ્દામાલની ચોરી કરી તથા અન્ય ચાર
દુકાનોના તાળા તોડી ચોરીની કોશીષ કરી ગુનો કર્યા બાબતે વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ.
જે ફરિયાદની પ્રદિપ સેજુલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તથા અજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન મુજબ ચોરીનો ગુનો ડીટેક્ટ કરવા સુચન કરેલ હોઈ જેની તપાસ કરતાં એલ.જી.નકુમ આઈ/સી પો.ઈ.સા વાવ, એ.એસ.આઈ છગનભાઈ ખુમાભાઈ
બ.નં-૯૯૭ તથા અ.પો.કોન્સ અમરસિંહ ભૂરસિંહ બ.નં૧૩પ૦, અ.પો.કોન્સ પ્રદીપકુમાર દેવેન્દ્રપ્રસાદનાઓ અલગ અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી.ફુટેજ મેળવી બાતમી હકીકત આધારે વાવ ટાઉનમાં વેઝીયાવાસમાં રહેતા ભરતભાઈ દેવસીભાઈ માજીરાણાને પકડી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Download Our B K News Today App



Related News