દિયોદર તાલુકાના મંદિરો અસલામત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:13:42
  • Views : 457
  • Modified Date : 2020-01-17 14:13:42


દિયોદર તાલુકામાં ચોરીના વધતા જતા બનાવોના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે જેમાં ગત રાત્રીના દિવસે સરદારપુરા(ર) ગામે ચોર ઈસમોએ મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના આભૂષણો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી થતા ભક્તોજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે પાલડી મીઠી ગામે પણ મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. 

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકામાં ઘણા સમયથી શિયાળાની ઠંડીનો લાભ લઇ તસ્કરો બેફામ બન્યા છે અને અનેક ચોરીને અંજામ આપી રહ્યા છે. જેમાં રાત્રીના સમય દિયોદર તાલુકાના સરદારપુરા (ર) ગામે આવેલ શંકર ભગવાનના મંદિર અને ગોગા મહારાજના મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી સોના ચાંદીના છતર નંગ કુલ ૧૩૫ કિંમત રૂપિયા ૧.૧૦.૫૦૦ તેમજ દાનપેટી માંથી અંદાજિત ૮૦ હજાર રોકડા તેમ મળી ૧.૯૦.૫૦૦ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા વહેલી સવારે મંદિરના પૂજારી આરતી કરવા માટે આવતા મંદિરમાં ચોરી થઇ હોવાનું ધ્યાને આવતા મંદિરના પૂજારી એ ગ્રામજનોને જાણ કરી હતી જે મામલે દૂધ ડેરીના મંત્રી પ્રહલાદભાઈ સિલ્વાએ દિયોદર પોલીસ મથક ફરિયાદ આપતા દિયોદર પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શિયાળાની ઠંડીમાં ચોરીનો બનાવમાં વધારો થયો છે જેમાં સરદારપુરા (ર) ગામે મંદિરમાં સોના ચાંદીના આભૂષણો કુલ મળી ૧.૯૦.૫૦૦ ના મુર્દા માલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે તેમજ રાત્રીના સમય પાલડી મીઠી ગામે પણ શંકરભગવાનના મંદિર તેમજ ગોગા મહારાજના મંદિરમાં પણ ચોરીને અંજામ આપ્યો છે બન્ને જગ્યા ઉપર થયેલ ચોરીમાં ચોર ટોળકી ઈસમો જાણભેદુ હોવાનું દેખાઈ રહ્યુ છે પોલીસ તંત્ર પેટ્રોલિંગના દાવા કરે છે ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં પણ ધાર્મિક મંદિરો અસલામત છે જેને લઇ ભક્તોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે હાલ તો પોલીસે અજાણયા ઈસમો સામે ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરી છે ત્યારે હવે જોવાનુંએ રહે છે કે તસ્કરો પોલીસને હાથ લાગે છે કે પછી ફરી પોલીસને ચેલેન્જ આપી વધુ એક ચોરીને અંજામ આપે છે.



Download Our B K News Today App



Related News