ડીસાના ટેટોડાેથી ચોરેલા બાઈક સાથે યુવક પાટણમાં પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-03 11:31:09
  • Views : 970
  • Modified Date : 2020-07-03 11:31:09

પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીકથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીના બાઈક સાથે યુવકની ધરપકડ કરી હતી. પાટણ  પોલીસ બાઇક લઇને પસાર થતા યુવકને અટકાવી બાઇકના સાધનિક કાગળો બાબતે પૂછપરછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે મોબાઈલથી કોપથી એપથી ચેક કરતા  ડીસા તાલુકાના નાગફણાના ભરતભાઈ મીઠાભાઈ સેજુનું બાઈક જણાયું હતું જેથી પોલીસે તપાસ કરતા બાઈક ડીસાના ટેટોડા ગામેથી ચોરી થઇ હોવાનું જણાયું હતું. જેથી પોલીસે ઓખાભાઈ મસરાભાઈ પંચાલની બાઈક સાથે ધરપકડ કરી હતી.

Download Our B K News Today App



Related News