ઓફિસમાં કામ કરવાની જગ્યાની આસપાસ નાના છોડ મૂકવાથી તણાવ ઓછો થાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 16:34:55
  • Views : 411
  • Modified Date : 2020-01-16 16:34:55


વર્ક પ્લેસ (નોકરી અથવા કામ કરવાનું સ્થળ) માં તણાવનો અનુભવ કરવો એ સામાન્ય વાત છે. પરંતુ આ તણાવને તમારા ડેસ્ક અથવા ટેબલની આસપાસ નાના છોડ રાખીને દૂર કરી શકાય છે. જાપાનમાં કરવામાં આવેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.યુનિવર્સિટી ઓફ હ્યોજો દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં ઈન્ડોર પ્લાન્ટ્‌સ માનસિક સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર કરે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.રિસર્ચ - ઈન્ડોર પ્લાન્ટ્‌સ એટલે કે ઘર કે ઓફિસમાં રાખી શકાય તેવા નાના છોડ માનસિક સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે તે માટે જાપાનની એક કંપનીના ૬૩ કર્મચારીઓને સામેલ કરાયા હતા.આ તમામ લોકોના કામ કરવાની જગ્યાની આસપાસ ઈન્ડોર પ્લાન્ટ્‌સ મૂકતા પહેલાં અને પછી તેમનાં માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરોનું અવલોકન કરવામાં આવ્યું હતું.પરિણામ - સ્ટેટ ટ્રેઈટ એન્ઝાયટી પદ્ધતિ દ્વારા તમામ કર્મચારીઓનાં સ્ટ્રેસ (તણાવ) લેવલનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં જોવા મળ્યું કે ઈન્ડોર પ્લાન્ટ્‌સની હાજરીમાં કર્મચારીઓમાં સ્ટ્રેસ લેવલ ઓછું હોય છે. રિસર્ચ દરમિયાન કર્મચારીઓને તેમની ઈચ્છા પ્રમાણે તેમના વર્ક પ્લેસ પર ઈન્ડોર પ્લાન્ટ્‌સ મૂકવાની છૂટછાટ આપવામાં આવી હતી. તે દરમિયાન કર્મચારીઓને પ્લાન્ટ્‌સની સામે વારંવાર જોવા માટે અને તેની સારસંભાળ લેવા માટે કહેવામાં આવ્યું હતું.


Download Our B K News Today App



Related News