ઈમ્યુનિટી વધારતા ચોકલેટના ગણેશઃ દૂધમાં વિસર્જન કર્યા બાદ ગરીબ બાળકોમાં પ્રસાદ વહેંચાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 15:12:10
  • Views : 364
  • Modified Date : 2020-08-25 15:12:10

      ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરભરમાં ઘરે ઘરે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે કોરોનાના કારણે જાહેર ઉત્સવની જગ્યાએ ઘરમાં જ સ્થાપ્ના કરવામાં આવી છે. ઘરમાં લોકોએ અલગ અલગ પ્રકારના ગણપતિની પ્રતિમાઓ સ્થાપિત કરી છે. ત્યારે ઈમ્યુનિટી વધારતા ચોકલેટના ગણેશજીની પૂજા કર્યા બાદ વિસર્જનના દિવસે દૂધમાં વિસર્જીત કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવશે. જેથી ધાર્મિક ભાવનાની સાથે સાથે લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો સંગમ કરવામાં આવ્યો છે.કતારગામમાં સુમુલ ડેરી પાસે શાંતિનિકેતનમાં રહેતા રોમા પટેલ છેલ્લા ચાર વર્ષથી ચોકલેટ મેકર છે. તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યાં છે. 100 ટકા વેજીટેબલ ચોકલેટમાંથી 14 કિલોના 2 ફુટ ફેન્સી ગણેશજીની પ્રતિમા બનાવી છે. જે બનાવવા માટે દાંઘ ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણપતિની પ્રતિમાં પાઘડી, મોદક, કાનની બુટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે. ઘરની અંદર વિસર્જન વખતે 60 લિટર દૂધમાં વિસર્જિત કરી અનાથ આશ્રમમાં આપવામાં આવે છે.રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. ચોકલેટ મિલ્ક બાદ ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચી દઈએ છીએ.ચોકલેટના ગણપતિ બનાવનાર શ્રધ્ધા સિમેડિયાએ કહ્યું કે, 2.6 કિલોગ્રામની પ્રતિમાને ખૂબ સુંદર અને જીણવટપૂર્વક સજાવટ કરવામાં આવી છે. પ્રતિમામાં કોરોના સામે અસરકારક તેવા ઈમ્યુનિટી બુસ્ટર પાવડર અને પ્રોટિન તથા ન્યૂટ્રીશિયન અને ખૂબ જ પ્રમાણમાં ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી આ પ્રતિમાને દૂધમાં વિસર્જીત કરીને આ દૂધને રસ્તા પર રહેતા અને ગરીબ બાળકોને અપાશે. જેથી આ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી આશા છે. ટેમ્પરીંગ ચોકલેટ દ્વારા તૈયાર કરાયેલી 11 ઈંચ ઊંચાઈ અને 9 ઈંચની પહોળાઈ છે. ચોકલેટના ગણેશ બનાવવામાં આઠ કલાક જેવો સમય લાગ્યો છે.

Download Our B K News Today App



Related News