ચોકલેટના ગણેશજીનું દૂધમાં વિસર્જન કરી ગરીબ બાળકોમાં વહેંચે છે આ મહિલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 13:17:50
  • Views : 673
  • Modified Date : 2019-08-31 13:17:50

મુંબઇમાં રહેતી રિંટુ કલ્યાણી રાઠોડ નામની લેડી ચોકલેટમાંથી એવા ગણપતિની પ્રતિમા બનાવે છે જેનું વિસર્જન દુધમાં કરવામાં આવે તો તે ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. આ ચોકલેટ મિલ્ક બાદમાં તે ગરીબ બાળકોમાં વહેંચી દે છે.

ગણેશ ચતુર્થી નજીકમાં છે ત્યારે શેરીઓ, સોસાયટીઓ, ઘર અને પંડાલોમાં ગણેશની મુર્તિઓ લાવવાનુ શરુ થઇ ચુક્યુ છે. સરકાર ઢોલ નગારા વગાડીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તિના ઉપયોગનો આગ્રહ કરે છે. જો તમારે ઘરમાં જ ગણેશજીનું સ્થાપન કરવાનું હોય તો તમે ફટકડીના, માટી ગણપતિ બનાવીને ઘરના પાણી કે કુંડામાંજ તેનુ વિસર્જન કરી શકો છો.મુંબઇમાં રહેતી રિંટુ કલ્યાણી રાઠોડ નામની લેડી ગેમ ચેન્જર સાબીત થઇ છે. તેણે સપને પણ વિચાર્યુ ન હતુ કે હોય કે તેના દ્વારા બનાવેલા ચોકલેટના ઇકો ફ્રેન્ડલી ગણપતી તેને સન્માન અને પ્રસિધ્ધી પણ અપાવશે. આ બધુ તેની કલ્પના બહારનું હતુ. તે ચોકલેટમાંથી એવા ગણપતિની પ્રતિમા બનાવે છે જેનું વિસર્જન દુધમાં કરવામાં આવે તો તે ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. આ ચોકલેટ મિલ્ક બાદમાં તે ગરીબ બાળકોમાં વહેંચી દે છે.રિંટુના પરિવારજનોને તેનો આ વિચાર પસંદ આવ્યો. ધીમે ધીમે લોકો ચોકલેટના ગણપતિ અંગે જાણતા થયા અને કેટલાક તેની પાસેથી ખરીદવા પણ લાગ્યા. ચોકલેટમાંથી ગણપતિ બનાવવાનું કામ ખરેખર બિલકુલ અલગ છે આ અલગ આઇડિયા લોકોને પસંદ પડવા લાગ્યો અને જોતજોતામાં તેઓ ફેમસ પણ થયા. રિંટુએ ચોકલેટમાંથી પાંચ ફુટ ઉંચા ગણેશજી પણ બનાવ્યા હતા. તેમાં 60 કિલો ચોકલેટનો ઉપયોગ થયો હતો. સૌથી નાની પ્રતિમા તેણે પાંચ ઇંચની બનાવી છે.તે કહે છે 2014માં મેં ગણપતિની મોટી પ્રતિમા બનાવી. તેનું વિસર્જન દુધમાં કરીને મે મુંબઇના સેંકડો ગરીબ બાળકોમાં તે પ્રસાદ રુપે વહેંચી દીધુ બસ ત્યારથી જ આ ક્રમ ચાલુ છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે વાત કરતા રિંટુ કહે છે કે હું જુહુ બીચ પર ફરવા જતી હતી ત્યારે ગણેશજીના વિસર્જન બાદ તેમની તુટેલી પ્રતિમાઓ જ્યાં ત્યાં વિખરાયેલી પડેલી જોતી હતી. ગણેશ ઉત્સવ બાદ શ્રીજીના ભક્તો માટે આ જોવું ઘણુ કષ્ટદાયક હતું. ત્યારબાદ મેં ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યુ.


Download Our B K News Today App



Related News