અમેરિકાએ કોરોનાને ‘ચીની વાઈરસ’કહેતા ચીન ભડક્યું, ત્રણ અમેરિકન પત્રકારોને દેશમાંથી કાઢ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:37:41
  • Views : 456
  • Modified Date : 2020-03-18 12:37:41

ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાઈરસ આખી દુનિયા માટે જોખમ બની ગયું છે. પરંતુ ચીન આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને ચીની વાઈરસ કહ્યો હતો. આ વાત ચીનને એટલી હદે ખટકી હતી કે તેણે ચીનમાં રહેલા અમેરિકન છાપાના ત્રણ પત્રકારોને દેશમાંથી હાંકી કાઢ્યા છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, ચીને બુધવારે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ વોશિંગ્ટન પોસ્ટ અને ધ વોલ સ્ટ્રીટ જર્નલ સાથે જોડાયેલા પત્રકારોને દેશમાંથી હાંક્યા છે. આ કાર્યવાહી અત્યાર સુધીમાં કોઈ દેશમાં પત્રકારો માટે કરવામાં આવેલી સૌથી કઠિન કાર્યવાહી છે.

બન્ને દેશો વચ્ચે વિવાદ વધ્યહવે અમેરિકાના કોરોના વાઈરસ અંગેના આ પ્રકારના નિવેદનના કારણે ફરી બન્ને દેશો વચ્ચે વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ચીનની સરકાર સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ કોરોના વાઈરસ પાછળ અમેરિકાનું કાવતરું હોવાના દાવો કર્યો છે. આ કેસ સામે આવ્યા બાદ ચીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, હોન્ગ કોન્ગ અને મકાઓ સહિત ચીનના કોઈ પણ હિસ્સામાં વિદેશી વયક્તિને પત્રકાર તરીકે રહેવાની મંજૂરી આપવામાં નહીં આવે.અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ચીન સરકારી મીડિયા અને સ્વતંત્ર મીડિયાને એક જ નજરે જુએ છે. અમેરિકાનું કહેવું છે કે ચીનનું વલણ એકદમ ખોટું છે. તેમણે કહ્યું કે, મને ચીનના આ નિર્ણયથી દુઃખ થયું છે. ચીનના આ પગલાથી સ્વતંત્ર પત્રકારત્વના હેતુંને ઝાટકો વાગશે. જે સંકટમાંથી દુનિયા પસાર થઈ રહી છે. એવામાં ચીનના લોકોને વધારેમાં વધારે સૂચનાઓ આપવી દરેકની જરૂર છે. તેમણે કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે, આશા છે કે તે આ અંગે પુનર્વિચાર કરશે.

Download Our B K News Today App



Related News