ચિન્મયાનંદ પર છેડતીનો આરોપ: પીડિત યુવતીને સુપ્રીમમાં હાજર કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 13:12:42
  • Views : 473
  • Modified Date : 2019-08-31 13:12:42

ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદ પર સતામણી અને છેડતીના આરોપો લગાવનારી કાયદાની વિદ્યાર્થિની છેલ્લા ઘણા દિવસથી ગુમ હતી, જોકે તે અંતે શુક્રવારે મળી આવી હોવાની જાણકારી ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કરી હતી. વકીલોએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને આ મામલાની સંજ્ઞાા લેવાની રજુઆત કરી હતી તેથી હવે સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છેકે જે યુવતી ગુમ હતી તેને કોર્ટમાં હાજર કરો. બાદમાં સાંજે આ યુવતીને સરકારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં હાજર કરી હતી.  અગાઉ જ્યારે કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું હતું કે યુવતીને અમારી સમક્ષ હાજર કરવામાં આવે, અમે તેની સાથે ઇન કેમેરા વાતચીત કરવા માગીએ છીએ. બીજી તરફ મંગળવારે શાહજહાનપુર પોલીસે ચિન્મયાનંદ સ્વામી સામે એફઆઇઆર દાખલ કરી છે. યુવતી કાયદાનો અભ્યાસ કરી રહી છે અને તેણે સ્વામી પર છેડતી સહીતના આરોપો લગાવ્યા હતા. એક વીડિયો ક્લિપમાં યુવતીએ જણાવ્યું હતું કે મારા અને પરિવારના જીવને જોખમ છે અને અમને ધમકીઓ મળી રહી છે. યુવતીના પિતાએ પણ સ્વામીની સામે ફરિયાદ કરી હતી. જે બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં વકીલોએ એક પત્ર લખીને ગુમ યુવતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમે ફરી ઉન્નાવ જેવી ઘટના બને તેમ નથી ઇચ્છતા તેથી સુપ્રીમ કોર્ટ આ ઘટનાની નોંધ લે અને યુવતીને ન્યાય અપાવે. જે બાદ સુપ્રીમ કોર્ટે પોતાની રીતે મામલાની નોંધ લીધી હતી અને સરકાર પાસેથી જવાબ માગ્યો હતો સાથે યુવતી ક્યાં છે અને જો મળી ગઇ હોય તો તેને કોર્ટમાં હાજર કરવામાં આવે તેવો આદેશ ઉત્તર પ્રદેશ સરકારને કર્યો હતો. યુવતીને સુરક્ષા વચ્ચે શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવી હતી, તેની સાથે બંધ બારણે બાદમાં સુપ્રીમ કોર્ટની બેંચે વાતચીત કરી હતી અને શું થયું અને કોણે કોણે ધમકીઓ આપી સહિતની માહિતી મેળવી હતી.  

Download Our B K News Today App



Related News