PM કેર્સ ફંડથી બાળકોને શિક્ષણ માટે મળશે સ્ટાઈપેન્ડ, 23ની ઉંમરે 10 લાખ રૂપિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 12:55:22
  • Views : 267
  • Modified Date : 2022-05-30 12:55:22


PM મોદી કોરોના મહામારી દરમિયાન અનાથ થયેલા બાળકોને PM કેર ફોર ચિલ્ડ્રન યોજન અંતર્ગત આજે સ્કોલરશિપ ટ્રાન્સફર કરી રહ્યા છે. વડાપ્રધાને જાહેરાત કરી છે કે, આવા બાળકોને તેમના હાયર એજ્યુકેશન માટે લોન જોઈશે તો પીએમ કેર્સ તેમને મદદ કરશે. તેમના માટે અંત્યોદય યોજના દ્વારા દર મહિને ચાર હજાર રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.


બાળકો અભ્યાસ કરશે તો આગળ વધુ પૈસાની જરૂર પણ પડશે. તેમને 18 વર્ષથી 23 વર્ષની ઉંમર સુધી સ્ટાઈપન્ડ મળશે. કોઈ બીમારી ક્યાંક આવશે તો તેની સારવાર માટે પણ પૈસા જોઈએ. તેમના પરિવારજનોએ તે માટે પરેશાન થવાની જરૂર નથી. તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. તેમાં 5 લાખ સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકાશે.


વડાપ્રધાને વધુમાં કહ્યું કે, એક નાનકડો પ્રયત્ન છે. જેમના માતા-પિતા નથી રહ્યા તેમના માટે. પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન તે વાતનું પ્રતિબિંબ છે કે, દરેક દેશવાસી તમારી સાથે છે. મને સંતોષ છે કે, બાળકોને તેમના આગળના અભ્યાસ માટે સરકારી અથવા પ્રાઈવેટ સ્કૂલમાં એડ્મિશન કરાવવામાં આવ્યા છે.


 


બાળકો માટે હેલ્પલાઈન શરૂ કરાઈ
પીએમ મોદીએ કહ્યું કે, સરકારે એક પ્રયત્ન કર્યો છે. તે માટે વિશેષ સંવાદ સેવા શરૂ કરી છે. હેલ્પલાઈન પર બાળકો મનોવૈજ્ઞાનિક વિષયો પર સલાહ લઈ શકે છે. તેમની સાથે ચર્ચા કરી શકે છે. કોરોના મહામારીની પીડા આખી દુનિયાએ સહન કરી છે. તમે જે સાહસ અને હિંમતથી સંકટનો સામનો કર્યો તે હિંમત માટે હું તમને સલામ કરું છું.
આખો દેશ તમારી સાથે છે. હું એક વાત પણ કહીશ કે, કોઈ પણ પ્રયત્ન કે મદદ તમારા માતા-પિતાના સ્નેહ-પ્રેમની ભરપાઈ નહીં કરી શકે. પરંતુ નથી ત્યારે મા ભારતી તમારી સાથે છે.


શું છે PM કેર ફોર ચિલ્ડ્રન યોજના
સ્કીમનો હેતુ બાળકોને ભોજન અને ઘર આપીને તેમની દેખરેખ અને સુરક્ષા કરવાનો છે. આવા બાળકોને શિક્ષણ અને સ્કોલરશિપ દ્વારા સશક્ત બનાવવાની સાથે સાથે 23 વર્ષની ઉંમરમાં 10 લાખની નાણાકિય સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનું છે. સ્કીમ હેલ્થ ઈન્સ્યોરન્સ દ્વારા બાળકોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે પણ છે. તે અંતર્ગત 5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ મળશે.


 


 


Download Our B K News Today App



Related News