બિહારથી ગુજરાતમાં લવાયેલા બાળમજૂરોને CID ક્રાઇમે બચાવ્યા, 32 બાળકોને જેતપુર અને રાજકોટ મોકલવાના હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 16:05:11
  • Views : 381
  • Modified Date : 2020-09-18 16:05:11

     કાલુપુર રેલ્વે સ્ટેશને આવેલી નિઝામાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં 32 બાળકોને NGO અને CID ક્રાઈમ બ્રાન્ચે મજૂરી માટે મોકલતા પહેલા બચાવી લીધા છે. બિહારથી લવાયેલા માસૂમ બાળકોને ગુજરાતના અલગ અલગ જગ્યાએ મજૂરી માટે લઈ જવાતા હતા. લોકડાઉન બાદ હાલ અલગ -અલગ જગ્યાએ મજૂરોની જરૂર હોવાથી પણ મોટા પ્રમાણમાં બાળમજૂરોને ગુજરાત લાવવામાં આવ્યા હોવાની પોલીસને શંકા છે. બીજી તરફ રાજસ્થાનના કોટા, ગુજરાતમાં વડોદરા અને અમદાવાદ મળી અંદાજે 50થી વધુ બાળકોને બચાવી લેવાયા છે.ગુરુવારે રાતે NGOની દિલ્હીમાં આવેલી ઓફિસમાં જાણ થઈ હતી કે, 50 જેટલા બાળકોને બિહારથી મજૂરી માટે અલગ-અલગ જગ્યાએ લઈ જવાયા છે. જેના આધારે પોલીસની મદદ માંગવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ ટ્રેનમાંથી બાળકોને રેસ્ક્યુ કર્યા છેપ્રાપ્ત માહિતી અનુસાર, બાળકોના ગામના પરિચિત લોકો ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ લેબર કોન્ટ્રાક્ટર હોય છે. જે બાળકોના પરિવારજનોને અમુક રૂપિયા આપીને બાળકોને મજૂરી માટે બોલાવતા હતા.લોકડાઉન અને કોરોનાની સ્થિતિને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં મજૂરોની અછત સર્જાય છે, જેને કારણે નાનાં બાળકોને મજૂરી અર્થે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં હોવાનું એક એનજીઓ અને સીઆઇડી ક્રાઇમને જાણવા મળ્યું હતું. સીઆઇડી ક્રાઈમને માહિતી મળી હતી કે અમુક રૂપિયા લઈને પરિવારના સભ્યો નાનાં બાળકોને ગુજરાત મોકલી રહ્યાં છે અને રાતની ટ્રેનમાં બાળકો અમદાવાદ પહોંચવાનાં છે, જેને ધ્યાનમાં રાખીને સીઆઇડી ક્રાઇમે વિવિધ NGOઓ સાથે મળી વોચ ગોઠવી કાલુપુર રેલવે સ્ટેશને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News