છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં મેઘ મહેર, જાણો ક્યાં કેટલો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 13:12:59
  • Views : 603
  • Modified Date : 2019-08-06 13:12:59

ભરૂચમાં સતત ધોધમાર વરસાદ:ભરૂચમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ઢાઢર નદીમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા નદીની જળસપાટી 15.58 ફૂટે પહોંચી છે. જળસપાટીમાં વધારો થતા આસપાસના અનેક ગામોને એલર્ટ જાહેર કરાયા છે.તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તમામ જિલ્લામાં મેધરાજા મન મુકીને વર્સયા છે. વ્યારામાં 4 ઈંચ, વાલોદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો સોનગઢમાં 1.5 ઈંચ, ઉચ્છલમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણમાં 2.5 ઈંચ, નિઝરમાં સવા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.છોટાઉદેપુરમાં ભારે વરસાદ:છોટાઉદેપુર જિલ્લામાં ઠેરઠેર મેઘરાજાએ મેહર વરસાવી છે. ભારે વરસાદને કારણે જેતપુરનું નાની ખાંડી તળાવ તૂટતા અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે. તળાવ તૂટતા 3 ગામોના ઘરમાં પાણી ઘુસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સિંચાઈ યોજનાના તળાવમાં અગાઉ 2012 માં પણ આ ગામો પાણીમાં ગરકાવ થયા છજ્યારે મહેસાણામાં ધોધમાર વરસાદ પડતા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં 4 ફૂટનો વધારો થયો છે. પરંતુ વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો થયો છે. પાણીની આવક ઘટનીને 18055 કયુસેક નોંધાઈ છે. કડાણા ડેમની જળળ સપાટી હાલ ભયજનક સપાટી પહોંચી છે.

ક્યાં કેટલો વરસાદ:

  • સૌથી વધુ ડાંગના વઘઈમાં 11 ઈંચ વરસાદ
  • વાંસદામાં 9 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ
  • સુબિરમાં 6 ઈંચ, કવાંટમાં સવા 5 ઈંચ વરસાદ
  • નસવાડીમાં 4 ઈંચ, વ્યારામાં 4 ઈંચ વરસાદ
  • ડોલવણમાં 2.5 ઈંચ, નીઝરમાં સવા 2 ઈંચ વરસાદ
  • તિલકવાડામાં 2 ઈંચ, સંખેડામાં પોણા 2 ઈંચ વરસાદ
  • ડભોઈમાં પોણા 2 ઈંચ, છોડા ઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ
  • કપરાડામાં 1.5 ઈંચ, ઉચ્છલમાં 1.5 ઈંચ વરસાદ
  • જેતપુર પાવીમાં 1.5 ઈંચ, ગરુડેશ્વરમાં 1.5 ઈંચ વરસાદ
  • ગણદેવીમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ વરસાદ
  • ચીખલીમાં 1 ઈંચ, સાગબારામાં 1 ઈંચ વરસાદ
  • નવસારીમાં 1 ઈંચ, વાલોદમાં 1 ઈંચ વરસાદ

Download Our B K News Today App



Related News