તેરવાડા ચેહર ભાવની ડ્રાઇવર ગ્રુપ દ્વારા લોકડાયરો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 14:38:11
  • Views : 440
  • Modified Date : 2020-03-12 14:38:11

તેરવાડા ચેહર ભાવની ડ્રાઇવર ગ્રુપ દ્વારા લોકડાયરો યોજાયો


કાંકરેજ તાલુકાના નગર તેરવાડા ખાતે માં ચેહરની મઢુલીના ધામ ખાતે  દર વર્ષની જેમ  આ વર્ષે પણ પણ હોળીપાવન દિવસે તેરવાડા ડ્રાઇવર ગ્રુપ દ્વારા યાત્રાળુઓના લાભાર્થે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ડાયરાનો લાભ લીધો હતો.  ચેહર માતાજીના ધામ તરીકે ઓળખાતું તેરવાડા ગામ ખાતે દર પૂનમે શ્રધ્ધાળુઓનો મેળો જામે છે અને દૂર દૂરથી ભક્તો દર્શન અર્થે આવે છે. જેમાં દર પૂનમના દિવસે ડ્રાઇવર ગ્રુપ દ્વારા ભક્તો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં હોળીના પાવન દિવસે એક ભવ્યાતિભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગર ભારતીબેન ઠાકોર, જાગૃતિબેન ડાભી, અમરત બારોટ, સંજયસિંહ પઢીયાર, ગોગા સિકુ મ્યુઝીકલ ગ્રુપ દિલીપસિંહ રાજપૂત  સહિતના કલાકારો દ્વારા ડાયરામાં સંગીતના તાલે ભવ્ય ડાયરો યોજાયો હતો. જેમાં તેરવાડા જિલ્લા પંચાયતના સદસ્ય કાંકરેજ  ઠાકોર કેળવણી મંડળના પ્રમુખ ભૂપતાજી એન. ઠાકોરે  બે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મંડળના સભ્યો અમરતજી ઠાકોર, શાંતિજી મંત્રી, રમેશ જોષી, દરઘાજી માળી, બાલાજી ઠાકોર, ભુપતજી ઠાકોર, ઈશ્વરજી મંત્રી,સરતન દેસાઈ, બળવંતજી ઠાકોર, દોલાજી ઠાકોર, અમરતજી મંત્રી, મુકેશ ઠાકોર, ઓમપ્રકાશ ઠાકોર, સહિત તમામ સભ્યોએ ખુબ જહેમત કરી હતી. થરા પી. એસ. આઈ. એચ. એમ. પટેલે હાજર રહી સુરક્ષા પુરી પાડવા સુંદર આયોજન કરેલ.આ પ્રસંગે મંદિરના પૂજારી ઉદાજી ઠાકોર, રત્નાજી ઠાકોર (ગિરનારી) આર.સી. ઠાકોર,  એ.પી ઠાકોર, વિનાજી નેકારિયા સરપંચ, તેમજ દશરથજી ઠાકોર સી.આર.સી. તેરવાડા સહહિત ગ્રામજનોએ હાજર રહી  આ ભક્તિમય ડાયરાને  સફળ બનાવવા મહેનત કરી હતી.

 

Download Our B K News Today App



Related News