અમીરગઢ ચેકપોસ્ટ પરથી રિવોલ્વર સાથે 5 ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:10:06
  • Views : 652
  • Modified Date : 2020-07-14 11:10:06

 અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રવિવારે દેશી બનાવટની રિવોલ્વર સાથે ઉત્તર પ્રદેશ અને દિલ્લીના પાંચ ઈસમોની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ રવિવારે ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતી કાર નંબર ડીએલ-4-સીએનસી-0503 માં ચેક કરતા કારની અંદર ગુપ્તખાનું બનાવીને રિવોલ્વર સંતાડેલી હતી. પોલીસે કાર સહિત ઉત્તર પ્રદેશના ચાર અને એક દિલ્હીના મળી કુલ પાંચ ઈસમો સહિત કાર કિંમત 2 લાખ, રિવોલ્વર કિંમત 5 હજાર, 4 મોબાઇલ કિંમત 2 હજાર મળી કુલ રૂ. 2,07 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

પકડાયેલા શખ્સ
(1).ચંદસા કાલુસા નૂરસા આલવી,(2).ફેસલ જુલ્ફીકાડ શાહબુંદીન અંસારી, (3).મહંમદ આલીમ હજીમસલામદ છિપી,(4). મહંમદ અકબર અબ્દુ લમજીદ તુરત (રહે.ચારેય યુપી), (5).મસ્તકી મુસ્તાક શેખ (રહે.દિલ્હી)






Download Our B K News Today App



Related News