નિવૃત્ત અધિકારીને ઇંગ્લેન્ડની વિધવાએ છેતર્યા, બીટકોઇનના નામે 59 લાખનો ચૂનો લગાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 17:53:25
  • Views : 374
  • Modified Date : 2020-03-12 17:53:25

ઓનલાઇન કે ફોન કરીને ફ્રોડ કરવાના અનેક કિસ્સા અવાર-નવાર બનતા રહે છે. આ અંગે સાઈબર ક્રાઈમ દ્વારા સતત નાગરિકોમાં જાગૃકતા ફેલાવવા પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં પણ લોકો આ ફ્રોડનો ભોગ બની રહ્યાં છે. આવો જ એક કિસ્સો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં બન્યો છે, જ્યાં ઇંગ્લેન્ડની એક વિધવાએ અહી રહેતા નિવૃત્ત અધિકારીને 9 બીટકોઇન છોડાવવાનું કહીને 59 લાખની પડાવી લીધાની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધાઇ છે. બનાવની વિગત એવી છે કે, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા સ્પ્રિગ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ઉદય ભટ્ટ કે જે પીએફઓમાં નોકરી કરતા હતા. તેમને 2019ના ડિસેમ્બર માસમાં ઇંગ્લેન્ડની રોસેટી રોઝી નામની વિધવા મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. રોસેટીએ ઉદયભાઈ સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં મિત્રતાનો લાભ લઇ જાન્યુઆરી 2020માં તે ભારત આવી રહી છે તેમ જણાવ્યું હતું. જે દરમિયાન દિલ્હી કસ્ટમ અધિકારી તરીકે એક મહિલાએ ઉદયભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડની રોસેટી રોઝી 9 પ્રતિબંધિત બીટકોઇન લઇને આવી છે. જેની કિંમત 50 લાખ રૂપિયા છે. જેનો દંડ 49,900 રૂપિયા ભરવાનો છે. ઇંગ્લેન્ડની એ વિધવાએ કોલ કરતા ઉદયભાઈએ એ સમયે 50 હજાર રૂપિયા ભરી દીધા હતા. બાદમાં ફરીએકવાર 85 હજાર દંડ પેટે ભરાવ્યા હતા. આટલી રકમ ભર્યા પછી પણ ફરીથી ફોન આવ્યા હતા અને ઉદયભાઈ પાસે પૈસા જમા કરાવ્યા હતા. આમ કુલ 59 લાખ રૂપિયા ઉદયભાઈએ રોઝીને મદદ કરવા અર્થે ભર્યા હતા, જોકે આટલી મોટી રકમ ભર્યા બાદ ઉદયભાઈને જાણ થઇ હતી કે તેમની સાથે ચિટિંગ કરવામાં આવી છે. જે અંગે તેમણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News