છતીસગઢની સરકાર ‘શ્રીરામ વનગમન પથ બનાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 13:12:16
  • Views : 552
  • Modified Date : 2019-11-22 13:12:16

છતીસગઢની કોંગ્રેસ સરકાર ભગવાન શ્રીરામને સમર્પિત એક  કામ કરવા જઈ રહી છે.ત્યારે રાજ્યની કોંગ્રેસ સરકાર ભગવાન શ્રીરામ વનગમન પથના મહત્વપૂર્ણ  સ્થળોને પ્રવાસનની દૃષ્ટિએ વિકસિત કરવાનો નિર્ણય લીધો છે.જેમાં ગુરુવારે છતીસગઢના કોંગ્રેસ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ  નિર્ણય લેવાયો છે.જેમાં છતીસગઢમાં આવેલા મહત્વપૂર્ણ સ્થળોની સરળતાથી યાત્રા કરી શકશે કે જ્યાંથી વનવાસ દરમિયાન ભગવાન રામ પસાર થયા અને થોડીક ક્ષણો માટે નિવાસ કર્યો હતો.આમ છતીસગઢ સરકારે પ્રથમ ચરણમાં 8 સ્થળોને પર્યટનની દૃષ્ટિથી વિકસિત કરશે. ત્યારે આ 8 સ્થળોમાં સીતામઢી, રામગઢ, શિવરીનારાયણ, તુરતુરિયા, ચંદ્રખુરી, રાજિમ, સિહાવા, જગતલપુર સામેલ છે.જે પૈકીના જગદલપુર કેન્દ્ર સરકારની ટુરિસ્ટ સર્કિટમાં સામેલ છે. આમ વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની ટુરિસ્ટ સર્કિટમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા, નંદીગ્રામ, શ્રૃગવેરપુર અને ચિત્રકુટ પણ સામેલ છે.આમ બિહારના સીતામઢી, બક્સર અને દરભંગા, મધ્યપ્રદેશના ચિત્રકૂટ, ઓરિસ્સાના મહેન્દ્રગિરી, મહારાષ્ટ્રના નાસિક અને નાગપુર, તેલંગાણાના ભદ્રાચલમ, કર્ણાટકના હમ્પી અને તમિલનાડુના રામેશ્વરમ્ સહિતના સ્થળો સામેલ છે.આમ મધ્યપ્રદેશ સરકાર પણ રામ વનગમન પથ તૈયાર કરી રહી છે.આમ કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું.

Download Our B K News Today App



Related News