વડગામના છાપીથી નગાણા રોડની હાલત બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 12:44:25
  • Views : 463
  • Modified Date : 2020-01-09 12:44:25


વડગામ તાલુકાના છાપીથી નગાણા સુધીના રોડને હાલત એકદમ ખરાબ હોવાથી વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જેને લઇ રોડ પહોળો કરવા અને પેવર કરવા રોડ પર આવતા ગામના ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.વડગામ તાલુકાના વેપારી સેન્ટર ગણાતા છાપીથી નગાણા સુધીના રોડની હાલત એકદમ બિસ્માર અને ખાડા પડી જવાના લીધે વારંવાર આં રોડ પર અકસ્માત સર્જાય છે અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે છાપીથી નાગાણા વચ્ચે એદરાણા, નોદોત્રા, ગીડાસણ સહિતના ગામો  પરથી આ રસ્તો પસાર થાય છે. ત્યારે રોડ ઉપર ગામોના સરપંચો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રોડ પહોળો કરવા અને પેવર કરવા માટે ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરી છે. છતાં પણ કોઈ અધિકારી કે નેતા ધ્યાન ઉપર લેતા નથી. ત્યારે ગીડાસણ ગામના સરપંચ વીરજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છાપીથી નગાણા સુધી રોડ પહોળો કરવા માટે અમે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. જેના લીધે આ રોડ પર વારંવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે સત્વરે આ રોડના અધિકારીઓ દ્વારા દ્વારા સર્વે કરવામાં આવે પહોળો કરી પેવર કરવામાં આવે તેવી અમારી અને આ રોડ પરના ગામના લોકોની માંગ ઉઠવા પામી છે.


Download Our B K News Today App



Related News