કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર, દિલ્હી જવા થયા રવાના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 13:17:07
  • Views : 108
  • Modified Date : 2024-02-13 13:17:07

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા, જો કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવુ પડે તેમ હતુ, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવા રવાના થયા હતા.અમિત શાહે વહેલી સવારે જે બેઠક હતી તેમાં હાજરી આપ્યા બાદ તેઓ દિલ્હી જવા રવાના થયા હતા. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યુ છે. હવે અમિત શાહના બદલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઔડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને મોડાસર અને ઝોલાપુર તળાવનું લોકાર્પણ થશે.ગઇકાલે એટલે કે સોમવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતુ. ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત અમદાવાદમાં EWS 588 આવાસોનું લોકાર્પણ કર્યું ઉપરાંત AMCના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું.ઉપરાંત વાડજમાં AMCની નવનર્મિત શાળાનું લોકાર્પણ કરી અમિત શાહે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. નવી શાળાઓની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતુ.તો વાડજમાં સ્વ. પ્રકાશચંદ્ર પાઠક માર્ગ નામકરણ કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા અને માર્ગના નામની તકતીનું અનાવરણ કર્યું હતુ. અમદાવાદના જેતલપુરમાં અમિત શાહે FSL સાથે જોડાયેલી કોલેજનો શુભારંભ કરાવ્યો અને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું.

Download Our B K News Today App



Related News