ચંદ્રયાન-2 ચંદ્રથી માત્ર 119 કિમી અંતરની કક્ષામાં, આજે બપોરે 1 વાગે વિક્રમ લેન્ડરને ઓર્બિટરથી અલગ કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-02 11:58:14
  • Views : 499
  • Modified Date : 2019-09-02 11:58:14

ચંદ્રયાન-2 રવિવારે સાંજે 6.21 કલાકે ચંદ્રની 5મી પરિક્રમા પૂરી કરી તેની સૌથી નજીકની કક્ષામાં પ્રવેશી ગયું. હવે તે ચંદ્રથી માત્ર 119 કિમી (સૌથી નજીક)થી 127 કિમી (સૌથી દૂર) અંતરની અંતિમ કક્ષામાં છે. આગામી એક વર્ષ સુધી ઓર્બિટર આ જ કક્ષામાં ચંદ્રના ચક્કર લગાવતું રહેશે. સોમવારે બપોરે આશરે એકથી દોઢ કલાકની વચ્ચે ચંદ્રયાન-2 બે ભાગમાં વહેંચાઈ જશે. તેનું વિક્રમ લેન્ડર ઓર્બિટરથી અલગ થશે.

1.55 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર બે ક્રેટર મેન્જિનસ સી અને સિંપ્લીયસ એન વચ્ચે ઉતરશે
ઇસરોના ચેરમેન કે સિવને જણાવ્યું કે આ એવું જ છે કે માનો એક પુત્રી પોતાના ઘરેથી વિદાય થઈ જશે. ત્યારબાદ સતત બે દિવસ લેન્ડર પોતાની કક્ષાને નાની કરતું જશે અને 36 કિમી અંતરની કક્ષામાં પહોંચી ચક્કર લગાવશે. દરમિયાન 3 સપ્ટેમ્બરે ઇસરો લેન્ડરની સાથે એક ટેસ્ટ કરશે. તેને બિલકુલ અટકાવી 3 સેકન્ડ માટે વિપરીત દિશામાં ચલાવી ચકાસણી કરાશે અને પછી ફરી તેને કક્ષામાં આગળ મોકલવામાં આવશે. ઇસરો આ ટેસ્ટ દ્વારા એ જાણશે કે લેન્ડર બરાબર કામ કરી રહ્યું છે કે નહીં. 4 સપ્ટેમ્બરે લેન્ડરની કક્ષામાં અંતિમ ફેરફાર થશે અને બીજા ત્રણ દિવસ તેના તમામ ઉપકરણની તપાસ થશે. 6-7 સપ્ટેમ્બરની મધ્ય રાત્રે 1.40 કલાકે લેન્ડર ચંદ્ર પર ઉતરવાનું શરૂ થશે અને 15 મિનિટમાં 1.55 કલાકે વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર બે ક્રેટર મેન્જિનસ સી અને સિંપ્લીયસ એન વચ્ચે ઉતરશે. લેન્ડિંગના બે કલાક (3.55 કલાક) પછી લેન્ડરથી રેમ્પ બહાર નીકળશે. 5.05 કલાકે રોઅરના સોલર પેનલ ખુલશે. 7 સપ્ટેમ્બરે સવારે 5.10 કલાકે ચાલવાનું શરૂ થશે અને 45 મિનિટ પછી 5.55 કલાકે રોઅર ચંદ્રપર ઉતરી જશે. રોઅર ચંદ્ર પર ઉતરતાની સાથે તે લેન્ડર અને લેન્ડર રોઅરની સેલ્ફી લેશે. જે તે દિવસે 11 વાગ્યાની આસપાસ મળી રહેશે.

ખૂબ જ ઝડપથી લેન્ડર વિક્રમને છૂટું પડાશે: સિવન
ઇસરોના ચેરમેન કે. સિવને જણાવ્યું કે સોમવારે થનારું લેન્ડર સેપ્રેશન ખૂબ જ ઝડપી હશે. આ એટલી ઝડપથી હશે જેટલી ઝડપથી કોઈ સેટેલાઈટ લોન્ચ વ્હીકલથી અલગ થાય છે. ઇન્ટીગ્રેટેડ સ્પેસક્રાફ્ટને અલગ-અલગ કરવા માટે જરૂરી કક્ષા સોમવારે સ્થિર કર્યા પછી ઇસરો એક કમાન્ડ આપશે જે ઓનબોર્ડ સિસ્ટમ પોતાની મેળે એક્ઝિક્યુટ કરશે. 4 સપ્ટેમ્બરે અંતિમ ફેરફાર થશે.

Download Our B K News Today App



Related News