PM મોદી ચંદ્રયાન-2ની ઐતિહાસિક પળના સાક્ષી, સાથે હસે આ ખાસ મહેમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 12:22:31
  • Views : 429
  • Modified Date : 2019-08-31 12:22:31

ચંદ્રયાન-2 ચંદ્રની વધારે નજીક પહોંચી ગયું છે. ચંદ્રયાન-2એ ચંદ્રની ચોથી કક્ષામાં સુરક્ષીત રીતે પ્રવેશ કરી લીધો છે. હવે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 7મી સપ્ટેમ્બરે એ સપાટી પર ઉરાણ કરશે કે જ્યાં આજ સુધી દુનિયાનો એકેય દેશ પહોંચી શક્યો નથી. જોકે આ દરમિયાન યાને સોફ્ટ લેંડિંગથી લઈને અનેક જટીલ પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ ઐતિહાસિક પળના સાક્ષી બનશે.

એક સપ્ટેમ્બરે ચંદ્રયાન ચંદ્રની આગામી કક્ષામાં પ્રવેશ કરશે અને બે સપ્ટેમ્બરે લેંડર વિક્રમ કોમ્પજિટ બોડીથી જુદુ પડશે. ત્યાર બાદ 7 સપ્ટેમ્બરે મોડી રાત્રે લગભગ રાત્રે 1:55 મીનીટે ચંદ્ર પર ઉતરાણ કરશે. આ ક્ષણ નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરૂ ખાતે હાજર રહેશે. તેમની સાથે કેટલાક બાળકો પણ આ ઐતિહાસિક નજારો જોવા હાજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથ દરેક રાજ્યના બે બાળકો ચંદ્રયાન-2ને ચંદ્ર પર ઉતરતુ જોવાનો લ્હાવો માણશે. આ વિદ્યાર્થીઓની પસંદગી ઓનલાઈને ક્વિઝ કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. પ્રત્યેક રાજ્યના બે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્વિઝના આધારે આયોજન માટે પસંદ કરવામાં આવી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલની 10મા ધોરણની વિદ્યાર્થીને રાશિ વર્મા વડાપ્રધાન મોદી સાથે ચંદ્રયાન ઉતરવાનો નજારો જોવા માટે પસંદ કરવામાં આવી છે. તો ઉત્તરાખંડના બે વિદ્યાર્થી આ માટે પસંદ કરી લેવામાં આવ્યા છે. જેમાં ડીએસપી રાંચીના 10માં ધોરણના વિદ્યાર્થી પ્રણવ પરાશર અને સંતો થોમસ સ્કૂલની 9મા ધોરણની વિદ્યાર્થીની મૃદુકા કુમારીનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ઈસરો તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને પીએમ મોદીએ સ્વિકારી લીધું હતું. ઈસરોએ 22મી જુલાઈએ ચંદ્રના વણખેડાયેલા ભાગ પર સંશોધન માટે ચંદ્રયાન-2ને રવાના કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News