149 વર્ષ પછી ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ, આ રાશિ ઉપર અસર પડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-16 16:56:49
  • Views : 928
  • Modified Date : 2019-07-16 16:56:49

16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે. જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.

મેષ રાશિ :  આ રાશિના જાતકો માટે ગ્રહણનો યોગ શુભ રહેશે. આ લોકોને સફળતાની સાથે માન-સન્માન મળશે. ધનલાભ થવાની પણ સંભાવના છે.
 

વૃષભ રાશિ : તમારા માટે સમય કષ્ટદાયક રહેશે. સાવધાન રહીને કામ કરવું પડશે. ધનહાનિ થઈ શકે છે.
 

મિથુન રાશિ : આ લોકો માટે મુશ્કેલ સમય રહેશે. કામ અધૂરા રહેશે. અવરોધ આવશે. ધીરજ રાખવી.
 

કર્ક રાશિ  :  આ રાશિના જાતકો માટે સમય ઉત્તમ રહેશે. કામ ઝડપથી પૂરા થશે અને અપેક્ષા પ્રમાણે ફળ મળશે. વાતાવરણ સુખમય રહેશે.
 

સિંહ રાશિ  :  તણાવ વધી શકે છે. અવરોધના કારણે કામમાં મન લાગશે નહીં. મન શાંત રાખવું. અમુક દિવસ પછી સમય તમારા પક્ષમાં રહેશે.
 

કન્યા રાશિ :  ચિંતા વધશે. નોકરીમાં અધિકારીઓનો સહકાર ન મળવાથી મન ઉદાસ રહેશે. પૂરા થઈ રહેલા કામ બગડી શકે છે.
 

તુલા રાશિ : આ સમયે તમને લાભ થઈ શકે છે.ધારેલા કામ સમયસર પૂરા થશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
 

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. નાની અમથી લાપરવાહી પણ મોટું નુકસાન કરાવી શકે છે.
 

ધન રાશિ : આ રાશિના જાતકોએ સંભાળીને રહેવું. કોઈ નજીકની વ્યક્તિ દગો દઈ શકે છે. નોકરીમાં નુકસાન થવાના યોગ છે.
 

મકર રાશિ : તમારે આ સમયે સંઘર્ષ કરવો પડશે. જૂની યોજનામાં નિષ્ફળતા મળી શકે છે. અજાણી વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરવો.
 

કુંભ રાશિ : આ રાશિના જાતકો માટે સમય શુભ છે. પ્રગતિ થઈ શકે છે. કામ સમયસર પૂરા થશે અને તમારું વર્ચસ્વ વધશે.
 



Download Our B K News Today App



Related News