પીધી એક ચા અને કોફી તો હોટેલે આપ્યું 78,650 રૂપિયાનું બિલ !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 17:13:43
  • Views : 865
  • Modified Date : 2019-09-05 17:13:43

હાલમાં બોલિવૂડ સ્ટાર્સથી માંડીને ટીવી કલાકારો રજાઓ ગાળી રહ્યા છે. આ સ્ટાર્સમાં માલદિવ, મોરિશિયસ, ઇન્ડોનેશિયા અને બાલી ફેવરિટ છે. કપિલ શર્માના શોથી લોકપ્રિય થયેલો કોમેડિયન કિકુ શારદા હાલમાં પોતાના પરિવાર સાથે રજાઓ ગાળીને પરત ફર્યો છે. જોકે બાલીનું આ વેકેશન કિકુને મોંઘીદાટ ચા અને કોફીને કારણે હંમેશા યાદ રહી જશે. કિકુએ પોતાની આ ટ્રીપનું એક બિલ સોશિયલ મીડિયામાં શેયર કર્યું છે. બિલ પ્રમાણે એક કપ ચા અને કોફીનું બિલ 78,650 ઇન્ડોનેશિયન રૂપિયા આવ્યું છે. જોકે કિકુને આ વાતથી કોઈ સમસ્યા નથી કારણે ભારતીય કરન્સીમાં ગણીએ તો આ બિલ માત્ર 400 રૂપિયા છે. થોડા સમય પહેલાં રાહુલ બોઝ સાથે આવી જ ઘટના બની હતી. રાહુલે પોસ્ટ કરેલા આ વિડીયોમાં જણાવ્યું હતું છે કે આ વિડીયોને હું ચંદીગઢમાં શૂટ કરી રહ્યો છું. અહીં જિમમાં કસરત કર્યા બાદ મેં બે કેળાંનો ઓર્ડર આપ્યો. હવે તમે આ બે કેળાંનું બિલ જુઓ. વીડિયોમાં જે બિલ બતાવવામાં આવ્યું છે તે 442 રૂપિયાનું હતું, જે ખરેખર હેરાન કરી મૂકે એવું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.


Download Our B K News Today App



Related News