જાત મહેનત જિંદાબાદ, સુઇગામના ભટાસણા માઇનોર કેનાલની ખેડૂતોએ જાતે સફાઈ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 13:15:07
  • Views : 469
  • Modified Date : 2020-07-23 13:15:07

ર્મદા નિગમની લાલીયાવાડીના લીધે ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે. કેનાલોની કામગીરીમાં મોટી ગેરરીતિઓ આચરાઈ છે. એજન્સીઓના કોન્ટ્રાકટ પુરા થતાં ગત માર્ચ મહિનામાં એક વર્ષના કોન્ટ્રાકટ બેજ પર કેનાલોમાં સફાઈ, મરામત સહિત સાર સંભાળ માટે કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપાઈ છે, પણ નર્મદાના અધિકારીઓની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે.પરિણામે ખેડૂતોને જાતે જ કેનાલોની સફાઈ, રીપેરીંગ કરવાની નોબત આવી છે.વરસાદ ખેંચાતા પોતાના પાક બચાવવા અને વાવેતર કરવા ભટાસણા ગામના 10 જેટલા ખેડૂતોએ ભટાસણા માઇનોર કેનાલમાં એક કિ.મી.સફાઈ કરી હતી. કામમાં બેદરકારી દાખવનાર એજન્સી કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરી જવાબદાર અધિકારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવાની ખેડૂતોએ માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News