થરાદ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 13:43:18
  • Views : 580
  • Modified Date : 2020-07-26 13:43:18

  થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી શનિવારે સવારે મૃતદેહ નજરે પડતાં પોલીસ અને પાલિકાને જાણ કરાતાં તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો.મુખ્ય નર્મદા કેનાલ ચુડમેર તરફ જવાના પુલ નજીક પાણીના વહેણમાં શનિવારે સવારે પુરૂષનો મૃતદેહ તણાતો રાહદારીઓને નજરે પડતાં પુલ ઉપર લોકોના ટોળા એકઠાં થયા હતા.કેનાલની બાજુમાં આવેલી ડાંગેશ્વર ગૌશાળામાં ગૌસેવા કરતા નરેશભાઇ વેરસીભાઈ બ્રાહ્મણએ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પાલિકાના તરવૈયા દ્વારા લાશને બહાર કાઢી હતી. મૃતક પાસેથી ઓળખના પુરાવા ન મળતાં પોલીસે લાશને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News