થરાદની કેનાલમાં મોતની છલાંગ લગાવનાર યુવકે મરતાં પહેલાં બનેવી,સસરા સામે વીડિયો બનાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 10:53:09
  • Views : 789
  • Modified Date : 2020-03-06 10:53:09

થરાદ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં બેણપના યુવકે આપઘાત કર્યો હતો. જોકે યુવકે મરતાં પહેલા પોતાનાં બનેવી અને સસરાના ત્રાસથી કેનાલમાં પડવા અંગેનો વિડીયો મોબાઈલમાં ઉતાર્યો હતો. જે બીજા દિવસે વાયરલ થયો હતો. સુઈગામના યુવકની લાશ થરાદ નજીકથી બહાર કાઢી હતી. એ વખતે આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું. સુઇગામ તાલુકાના બેણપ ગામના નીતેશ ઉર્ફે લાલાભાઈ મુક્તિભાઈ પંડ્યા (ઉંમર વર્ષ 20) એ બુધવારે કેનાલમાં ઝંપલાવતા પહેલા પોતાનો વિડીયો પોતાના મોબાઈલ કેમેરામાં ઉતાર્યો હતો. જેમાં યુવકે જણાવ્યું હતું કે "હું આજે મારી જિંદગીથી કંટાળી કેનાલમાં પડવા જાઉં છું. મારા બનેવી અને સસરાના ત્રાસથી હવે જીવવા માંગતો નથી. એમના કારણે મરવા જઇ રહ્યો છું. સમાજને વિનંતી કે બને એટલી આમને સજા અપાવજો. જેથી એ બીજાની જિંદગી બરબાદ ન કરે.’ પોતાના મોબાઈલમાં આ પ્રકારનો વિડીયો ઉતાર્યા બાદ યુવક કેનાલમાં કુદી ગયો હતો.જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કેનાલમાંથી લાશ મળ્યા બાદ પરિવારજનો ઘરે લાશ લઇને જતા રહ્યા હતા. પરંતુ આ મામલે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જોકે સોશિયલ મીડિયામાં સુસાઇડ નોટનો લાઈવ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે વીડિયોની તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News