દાંતામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:57:12
  • Views : 420
  • Modified Date : 2020-08-10 12:57:12

    દાંતા ખાતે ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રવિવારે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે આદિજાતિ સમાજ અને તે વિસ્તારોના ઝડપી સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા રૂ. 1 લાખ કરોડનો ખર્ચ કરીને વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. સહિત આદિજાતિ વિસ્તારોમાં થયેલાં કામોની માહીતી આપી હતી. મંત્રીએ આપણે બિરસા મુંડાને કયારેય ના ભુલી શકીએ તેમ કરી યાદ કર્યા હતા.આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલે, જીલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પ્રજાપતિ, યુજીવીસીએલના મુખ્ય ઇજનેર એલ.એ.ગઢવી, જીલ્લા પુરવઠા અધિકારી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા, અગ્રણીઓ માધુભાઇ રાણા, એલ.કે. બારડ, પ્રાયોજના વહીવટદાર મોતીજી વી.ઠાકોર, દાંતા મામલતદાર હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News