સાવધાન: ભારતમાં વધી રહ્યા છે કોરોનાના નવા કેસો, સતત બીજા દિવસે પણ આવ્યા 13 હજારની આસપાસ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-19 11:34:13
  • Views : 306
  • Modified Date : 2022-06-19 11:34:13


સાવધાન: ભારતમાં વધી રહ્યા છે કોરોનાના નવા કેસો, સતત બીજા દિવસે પણ આવ્યા 13 હજારની આસપાસ કેસ


 


ભારતમાં કોરોનાના રફ્તાર ઓછી થવાનું નામ નથી લેતી. દેશમાં ફરી એક વાર સતત બીજા દિવસે પણ 13 હજાર કોરોનાના કેસો સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 12,899 નવા કેસ સામે આવ્યા છે. તો વળી 15 લોકોના કોરોનાથી મોત થઈ ગયા છે. નવા આંકડા બાદ એક્ટિવ કેસની કુલ સંખ્યા 72, 474 સુધી પહોંચી ચુકી છે. જે દેશ માટે એક બહું ચિંતાનો વિષય છે. 


જો કે, એક દિવસ પહેલાના આંકડા સાથે સરખામણી કરીએ તો, આજે લગભગ 400 કેસો ઓછા આવ્યા છે. 18 જૂને દેશમાં કુલ 13, 216 નવા કોરોનાના કેસ આવ્યા હતા. 113 દિવસમાં પહેલી વાર એવું થયું છે કે, દેશમાં સંક્રમણ 13,000થી વધારે કેસો નોંધાયા છે. 


 


 


Download Our B K News Today App



Related News