દેવ નદીમાં પૂરને પગલે કોઝવે પાણીમાં ગરકાવ, ધસમસતા પાણીમાં સગર્ભાને ઝોળીમાં બાંધીને જીવના જોખમે દવાખાને લઇ જવાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 14:33:51
  • Views : 436
  • Modified Date : 2020-08-22 14:33:51

      નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલા માથાસર ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહમાં જીવના જોખમે તેના પરિવારજનોએ ઝોળીમાં બાંધીને લઈ જવા લાચાર બન્યા હતા.અવિરત વરસાદને કારણે માથાસર ગામ પાસે નદી પર બનેલા નાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા ગામ લોકોનો વાહન વ્યવહાર બંધ થયો છે. દર ચોમાસામાં આવી વિકટ પરિસ્થિતમાંથી પસાર થતાં આ ગામના લોકોને 108 એમ્બ્યુલન્સની તથા સ્વાસ્થ્યની ઈમરજન્સી સેવાનો લાભ મળતો નથી. જેના પગલે અનેક લોકોના મોત થતાં હોય છે. હજી તો આ વિસ્તારની 22 સગર્ભા મહિલાઓ સરકારી ચોપડે નોંધાયેલી છે, જેમને તબીબોએ ઓગસ્ટથી ઓક્ટોબરની સંભવિત ડિલિવરીની તારીખ આપી છે. જેમને પણ 108ની સુવિધા મળવી અશક્ય છે.માથાસર ગામની સગર્ભા ચંદ્રિકાબેન વસાવાને પ્રસુતિ પીડા ઉપડતા તેને સમય સુચકતા વાપરી પરિવારજનોએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવા તજવીજ હાથ ધરી હતી. ગામ લોકો આ મહિલાને એક લાકડા સાથે ઝોળીમાં બાંધીને વાંદરી ગામ નજીક નદી પર આવેલા કોઝવેના પૂરમાં જીવ જોખમમાં મૂકી નદી પાર સારવાર અર્થે લઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News