ખેડા જિલ્લામાં નવ કોરોના કેસ, વધુ ત્રણ દર્દીના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 12:36:41
  • Views : 345
  • Modified Date : 2020-09-29 12:36:41

         ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવ કેસ પોઝીટીવ આવ્યાં છે. જેમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે.નડિયાદના ત્રણ, કપડવંજ બે, ખેડા, મહેમદાવાદ, ગળતેશ્વર અને ઠાસરામાં એક એક કેસ આવ્યો છે. જિલ્લામાં કુલ 1255 કોરોના પોઝીટીવ કેસ નોંધાયાં છે. જ્યારે વધુ ત્રણ દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં.નડિયાદ શહેરના સંકેત પાર્ક સોસાયટીમાં કોરોના પોઝીટીવ આવ્યો છે, આ ઉપરાંત નવાઘરા દાવડામાં રહેતા 48 વર્ષિય મહિલા કોરોનાની ઝપેટમાં આવી ગયાં છે. તેવી જ રીતે જિલ્લામાં કપડવંજના ગાંધીજી સ્ટેચ્યુ પાસે, ઠાસરાના ઢુણાદરા ગામે પરબડી વિસ્તાર, મહેમદાવાદના અરેલી ગામે પટેલ ફળીયું, નરસંડના આઝાદ ચોક, કપડવંજ ડેરી સામે, સેવાલીયામાં આશીષ સોસાયટી, ખેડાના રઢુ ગામે કોરોના કેસ આવ્યો છે.આ ઉપરાંત શ્લોક હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં ચંદુભાઈ ધુળાજી રાઠોડ (ઉ.વ.47), કિરણભાઈ ગોરધનભાઈ પટેલ (ઉ.વ.62) અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુનુસભાઈ વૈદ (ઉ.વ.70)નું મૃત્યુ નિપજ્યું હતું.

Download Our B K News Today App



Related News