કેકેના મૃત્યુ મામલે કેસ નોંધાયો : ચહેરા અને માથામાં ઈજાનાં નિશાન મળ્યાં, પોસ્ટમોર્ટમ પછી જાણી શકાશે મૃત્યુનું સાચું કારણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:49:00
  • Views : 309
  • Modified Date : 2022-06-01 11:49:00

કેકેના મૃત્યુ મામલે કેસ નોંધાયો : ચહેરા અને માથામાં ઈજાનાં નિશાન મળ્યાં, પોસ્ટમોર્ટમ પછી જાણી શકાશે મૃત્યુનું સાચું કારણ

બોલિવૂડના મહાન સિંગર્સ પૈકીના એક કેકે ઉર્ફે કૃષ્ણ કુમાર કુન્નથનું નિધન થયું છે. કેકેનું નિધન 31 મે સાંજે કોલકાતામાં થયું છે. તેઓ કોલકાતામાં લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યા હતા. શો પછી તેમની તબિયત અચાનક જ બગડી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો તેઓ દુનિયા છોડી ચૂક્યા હતા. આ મામલામાં પોલીસે કેસ નોંધ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે અસામાન્ય મૃત્યુનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કેકેના ચહેરા અને માથા પર ઈજાનાં નિશાન છે. પોલીસ અયોજક અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
PM
મોદીએ કહ્યું, KKના નામથી પ્રસિદ્ધ ગાયક કૃષ્ણકુમાર કુન્નથના આકસ્મિક અવસાનથી હું દુઃખી છું. તેમનાં ગીતોએ લાગણી અને ભાવનાની એક વિસ્તૃત શ્રૃંખલાને દર્શાવી છે. તેમનાં ગીતો તમામ વયના લોકો સાથે જોડાયેલાં છે. આપણે તેમનાં ગીતો મારફત હંમેશાં તેમને યાદ રાખીશું. PM મોદીએ KKના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ થઈ શકે છે
આ મામલામાં પોલીસે કેસ નોંધયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, પોલીસે અસામાન્ય મૃત્યનો કેસ નોંધ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કેકેના ચહેરા અને માથા પર ઈજાનાં નિશાન છે. પોલીસ અયોજક અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ કરી શકે છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ જાણવા મળશે
પ્રાથમિક માહિતી પ્રમાણે, KKનું હૃદયરોગના હુમલાને લીધે અવસાન થયું છે. જોકે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમના પોસ્ટમોર્ટમ બાદ તેમના મોત પાછળનું ખરું કારણ જાણવા મળશે. કેકે બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય સિંગર હતા, એ ઉપરાંત તેમણે અનેક ભાષાઓમાં ગીત ગાયા હતા. તેઓ તેમના મધુર અવાજથી લાખો ચાહકોમાં ભારે લોકપ્રિયતા ધરાવતા હતા. 90ના દાયકાના 'યારો' ગીતોથી સફળતાના શિખર તરફ આગળ વધવાની શરૂઆત કરી હતી અને રોમાન્ટિકથી લઈ પાર્ટી સોંગ સુધી તેમના સ્વરનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. જોકે હવે બોલિવૂડમાં શોકની લહેર છે.

આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું
KK
નું પ્રથમ આલ્બમ 'પલ' વર્ષ 1999માં રિલીઝ થયું હતું. સિંગર-કોમ્પોઝિટર, જેમનું પૂરું નામ કૃષ્ણકુમાર કુન્નથ હતું. તેમણે બોલિવૂડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે તડપ તડપ (હમ દિલ દે ચૂકે સનમ, 1999), દસ બહાને (દસ, 2005), તુને મારી એન્ટ્રિયા (ગુંડે, 2014) જેવા ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રજૂ કર્યા હતા. તેમણે સલમાન ખાન, અજય દેવગન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના 'તડપ તડપ કે ઈસ દિલ' ગીતથી એક ખાસ છાપ છોડી છે. આ ઉપરાંત ફિલ્મ કાઈટ્સ ફિલ્મની જિંદગી દો પલ કી, ફિલ્મ જન્નતનું ગીત જરા સા, ગેંગસ્ટર ફિલ્મનું ગીત તુહી મેરી શબ હૈ, શાહરુખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત આંખો મેં તેરી અજબ સી તેમ જ બજરંગી ભાઈજાનના ગીત તુ જો મિલા, ઈકબાલ ફિલ્મનું આશાએં અને અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મના ગીત મૈ તેરા ધડકન તેરીથી ખૂબ જ લોકપ્રિય રહ્યાં હતાં.

 

Download Our B K News Today App



Related News