બારડોલીના ઉવા ગામે કાર નહેરમાં ખાબકી, બોર્ડની પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જતી બહેન સાથે ભાઈનું મોત, પિતાની શોધખોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 17:23:38
  • Views : 405
  • Modified Date : 2020-02-16 17:23:38

બારડોલીના ઉવા ગામ ખાતે એક કાર નહેરમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવતા બેનાં મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના ભાઈ-બહેનનું મોત નિપજ્યું છે. જ્યારે કાર ડ્રાઈવર પિતા નહેરમાં તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરણ 12ની વિદ્યાર્થિની પ્રેક્ટીકલની પરીક્ષા આપવા જતા અકસ્માત નડ્યો હતો.મળતી માહિતી પ્રમાણે, બારડોલીના મઢી ખાતે આવેલા ચંપા ફળીયમાં શશીકાંતભાઈ ધનસુખભાઈ પરમાર પરિવાર સાથે રહે છે. દીકરી ઉર્વી બારડોલીની જીએમ પટેલ વિદ્યાલયમાં ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. જ્યારે દીકરો યશ ધોરણ 8માં અભ્યાસ કરતો હતો. આજે ઉર્વીની બોર્ડની પ્રેક્ટીકલની પરીક્ષા હોવાથી કાર લઈને નીકળ્યા હતા. દરમિયાન સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ ફાયરને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને નેહરમાંથી બહાર કાઢી હતી. જેમાં ઉર્વી અને યશના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે શશીકાંતભાઈ તણાઈ ગયા હોવાની સંભાવનાને લઈને નહેરમાં શોધખોળ ચાલી રહી છે.સ્થાનિકોના કહેવા પ્રમાણે, કાર ડ્રાઈવર શશીકાંતભાઈએ બાઈક ચાલકને ચલાવવા જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ કાર નહેરમાં ખાબકી હતી. કાર નહેરમાં ખાબકતા પિતાએ બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પણ તણાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News