કારમાં બનાવેલા ગુપ્તખાનામાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 14:00:43
  • Views : 516
  • Modified Date : 2020-07-24 14:00:43

 ડીસા શહેર ઉત્તર પોલીસે બુધવારે ગાયત્રી મંદિર નજીક વિદેશી દારૂ લઇને જતી એસન્ટ કારને ઝડપી પાડી હતી.પોલીસે દારૂ તેમજ ગાડી મળી કુલ રૂપિયા 1.37 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે બે શખ્સો ફરાર થઇ ગયા હતા. ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ સ્ટાફ સાથે બુધવારે પેટ્રોલીગમાં હતાં.જે દરમ્યાન કંસારી ટોલટેક્ષ બાજુથી આવી રહેલ જીજે-08-બીએન-4223 નંબરની હ્યુન્ડાઇ એસન્ટ કારની પાછળની સીટ નીચેના ગુપ્તખાનામાં સંતાડેલો વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળી હતી.આથી ડીસા શહેર ઉત્તર પોલીસે ગાયત્રી મંદિર નજીક વોચ ગોઠવી હતી.કાર આવતાં પોલીસને જોઇ કારમાંથી ત્રણ શખ્સો ફરાર થયા હતાં. આથી પોલીસે પીછો કરી અર્જુન વસંતભાઈ રાજગોર (રહે. આમલી, તા.સાંચોર, જી.જાલોર-રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. જ્યારે મુકેશ ભાટ અને વિક્રમ ભાટ (બન્ને રહે.સાંચોર, રાજસ્થાન) પોલીસને જોઇ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે ગાડીમાંથી રૂ.31,510ની કિંમતની 274 બોટલ દારૂ, બે મોબાઇલ તેમજ કાર મળી કુલ રૂપિયા 1,37,010 નો મુદ્દામાલ જપ્ત કરી  કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News