ધાનેરાની ચામુંડા સોસાયટીમાંથી કારની ઊઠાંતરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 12:51:16
  • Views : 473
  • Modified Date : 2020-07-28 12:51:16

  ધાનેરા તાલુકાના શિયા ગામના સુરાજી કરતાજી કાળમા ચામુંડા સોસાયટીમાં હોસ્ટેલ ચલાવે છે અને તેઓ 22 જુલાઇના રોજ સિયા ગામેથી સ્વીફ્ટ કાર નંબર જીજે-24-કે-5721 લઇને ધાનેરા હોસ્ટેલ ખાતે આવ્યા હતા અને તેઓએ ત્યાં સામે ખુલ્લામાં પાર્ક કરીને બજારમાં ગયા હતા. ત્યારે બજારમાં ખરીદી કરીને પરત આવતા ત્યાં કાર ન મળી આવતા તેઓએ પોતાના સગા સબંધીઓ તેમજ અન્ય જગ્યાઓએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કાર મળી ન આવતા રવિવારે ધાનેરા પોલીસ મથકે ગાડી ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News