સુરતમાં MD ડ્રગ્સ બાદ વધુ એક નશાનો પર્દાફાશઃ નશાખોરે બિન્દાસ ગાંજાના મોટા છોડ વાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 15:02:10
  • Views : 397
  • Modified Date : 2020-10-04 15:02:10

        સુરતમાં યુવાનો નશાખોરીના રવાડે ચઢી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. એમડી ડ્રગ્સમાં સુરતના કરોડપતિ આદિલ નુરાની સહિત તેનાં નબીરા મિત્રોની પુછતાછ ચાલી રહી છે. તેવામાં સુરતમાંથી વધુ એક નશાનો કારોબાર ઝડપાયો છે. સુરતના ખટોદરા વિસ્તારમાં નશાખોરોએ ગાંજાના જ ઝાડો વાવી દીધા છે. જેનો એક વીડિયો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.સુશાંત સિંહ રાજપૂતના કેસ બાદ બોલિવૂડમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું હતું. જે બાદ સુરતમાં એક કરોડનું એક કિલો એમડી ડ્રગ્સ પકડાતાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં આદિલ નુરાની ધરપકડ કરવામાં આવી છે. હજુ આ કિસ્સો સુરતમાં તાજો જ છે ત્યાં ખટોદરા વિસ્તારમાં ગાંજાનું ઝાડ મળી આવ્યું છે. નશાખોરોએ રવીતેજ ઈન્ડસ્ટ્રીમાં જ ગાંજાનું ઝાડ રોપ્યું છે.

Download Our B K News Today App



Related News