PSI તરીકે પસંદગી પામેલા ઉમેદવારોનું પુન: મુલ્યાકંન કરતા 356 લાયક ઠર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 11:56:57
  • Views : 620
  • Modified Date : 2020-08-28 11:56:57

ગુજરાત હાઇકોર્ટમાં પીએસઆઇની પરીક્ષામાં અયોગ્ય ઉમેદવારોની પંસદગી કરાઇ હોવાના આક્ષેપ સાથે કરાયેલી લેટર્સ પેટન્ટ અપીલમાં ગુજરાત ગૌણ પસંદગી પંસદગી બોર્ડે સોગંદનામું કરીને ચોકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. પીએસઆઇની પરીક્ષામાં અગાઉ પસંદ થયેલા 376 ઉમેદવારોનું પુન: મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. તે પૈકી માત્ર 52 ઉમેદવારો પુન: ચકાસણીમાં પંસદગી પામ્યા હોવાની રજુઆત કરાઇ છે. તે સિવાય બીજા 304 ઉમેદવારો પીએસઆઇની ઉમેદવારીમાં પંસદ કરવામાં આવ્યા છે.હાઇકોર્ટમાં સમગ્ર નિયુકિત પ્રક્રિયાને પડકારનારા 8 ઉમેદવારોનો પણ પીએસઆઇ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાત ગૌણ પસંદગી મંડળે સોગંદનામુ કરીને નવી યાદી મુકી છે. પહેલી વખત તા. 6-10-2017ના દિવસે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. તેનું પુન: મુલ્યાંકન કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News