ટેરીફ વધારવાની ટ્રમ્પે ધમકી આપતા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અમેરિકા પહોંચી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-30 17:49:21
  • Views : 192
  • Modified Date : 2024-11-30 17:49:21

અમેરિકામાં આગામી તા.20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રેસીડેન્ટ-ઇલેક્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી આયાત થતાં ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારવાનો સંકેત આપતા જ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો તાત્કાલીક અમેરિકા દોડી ગયા હતા અને ફલોરીડામાં ટ્રમ્પના નિવાસે જઇને તેમની સાથે લાંબી બેઠક કરી હતી.ટેરીફ મુદ્દે કેનેડા અને અમેરિકાના સંબંધો બગડે તેવા સંકેત છે અને ટ્રમ્પની જાહેરાતથી કેનેડાના વ્યાપાર ઉદ્યોગમાં મોટો ફટકો પડે તેવી શક્યતા છે અને તેથી જ કોઇ શેડ્યુલ વગર જ જસ્ટીન ટ્રુડો અમેરિકા પહોંચી ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને તેમના ફ્લોરીડા ખાતેના રીસોર્ટમાં મળ્યા હતા.બાદમાં તેને માર-એ-લાગો રીસોર્ટ ખાતે ટ્રમ્પ સાથે ભોજન પણ લેવાના છે અને ત્યારબાદ તેઓ કેનેડા પાછા ફરશે. ટ્રમ્પે કેનેડાથી આયાત થતી ચીજો પર તેઓ ટેરીફ વધારશે તે જાહેરાત કરશે તેવું જણાવતા કેનેડાના અર્થ તંત્ર માટે મોટી મુશ્કેલી સર્જાઇ શકે છે. કેનેડાના ઉત્પાદનો મોંઘા મળતા અમેરિકાનો તેનો ઉપયોગ ઘટાડી શકે છે અને તે રીતે કેનેડાથી થતી આયાતોને અસર પાડી શકે છે.

Download Our B K News Today App



Related News