આયુષ્માન ભારત હેઠળ કોઈ પણ વ્યક્તિને મળી શકે છે ફ્રી મેડિકલ ઈન્શ્યૉરન્સ? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 13:30:52
  • Views : 286
  • Modified Date : 2022-05-09 13:30:52

 

 

શું આયુષ્માન ભારત યોજના બધા માણસો માટે છે ? શું આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ (ABHA) માં કોઈ પણ વ્યક્તિ ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ શકે છે? જો તમને પણ મનમાં આવા સવાલો છે તો જાણો સરકાર શું કહે છે. સરકારે કહ્યું છે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં ખાલી યોગ્યતા ધરાવતા પરિવાર લાભ લઈ શકે છે અને પરિવાર માટે આયુષ્માન કાર્ડ બાવવામાં આવે છે , જો કે સરકારે એક ફેક્ટ ચેકમાં વસ્તુની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પર વાઇરલ થતી એક પોસ્ટમાં ફેક્ટ ચેક કરતાં સરકારે યોજનાની સાચી જાણકારી પણ આપી છે.  

 

PIB એ આપી સાચી જાણકારી 
સોશિયલ મીડિયામાં ફરતી થયેલ પોસ્ટમાં દાવો કર્યો છે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટની જેમ દેશનો કોઈ પણ વ્યક્તિ ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ માટે રજીસ્ટર કરી શકે છે. પ્રેસ સૂચનાથી જોડાયેલી કામગીરી જોવા વાળી એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ ઘટનાની તપાસ કરી. PIB ફેક્ટ ચેક કરતાં લખ્યું કે પોસ્ટમાં ફ્રી મેડિકલ ઈન્સ્યોરન્સ દેવાની વાત એકદમ ખોટી છે. PIB તેના ટ્વિટર એકાઉન્ટ માં લખ્યું  ABHA ડિજિટલ હેલ્થ રેકોર્ડ રાખવાનું કામ કરે છે. 

તદ્દન ખોટી છે સો.મીડિયામાં ફરતી પોસ્ટ 
આગળ PIB ફેક્ટ ચેક માં લખે છે કે આયુષ્માન ભારત એક એવી સ્કીમ છે જેમાં પાત્રતા ધરાવતા પરિવારને હેલ્થ ઈન્સ્યોરન્સ અપાઈ છે અને કામ આયુષ્માન કાર્ડની મદદથી થાય છે. PIBના મત અનુશાર સોશિયલ મીડિયામાં જે પોસ્ટ ફરી રહી છે એકદમ ખોટી છે પોસ્ટ માં લખ્યું છે, કે ABHAની વેબસાઇટ લૉન્ચ થઈ ગઈ છે જ્યાં કોઈ પણ માણસ ફ્રી માં મેડિકલ ઈન્સ્યોરન્સ લઈ શકે છે. ખોટા રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે આયુષ્માન ભારતમાં 5 લાખ રૂપિયાની મેડિકલ સુવિધા આપવામાં આવશે. જેના માટે તમારે આધારકાર્ડ નંબર આપવો પડશે આધાર નંબર આપ્યા પછી એક લિન્ક આવશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે.  

લિન્ક પર ક્લિક ના કરશો
ફેક પોસ્ટમાં લખ્યું હતું કે લિન્કમાં ક્લિક કર્યા પછી આધાર નંબર નાખવાનો રહેશે. પછી આધાર લિન્ક મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે ઓટીપી લિન્કમાં નાખવાનો રહેશે ત્યાર પછી તમારે ફરીથી તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે. કામ પૂર્ણ થયાં પછી તમે રજીસ્ટર આયુષ્માન કાર્ડ ફોટા સાથે આરામથી ડાઉનલોડ કરી શકશો. કાર્ડ માટે કોઈ પણ વ્યક્તિ એપ્લાઈ કરી શકે છે અને આયુષ્માન યોજનામાં ઈન્સ્યોરન્સ નો લાભ લઈ શકે છે જે PIB   પોસ્ટને ખોટી જણાવી છે અને આવી કોઈ લિન્ક ઉપર ક્લિક ના કરવાની સલાહ આપી છે.

 

 

Download Our B K News Today App



Related News