વિચરતી જાતીઓના પડતર પ્રશ્નો માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-15 12:50:51
  • Views : 421
  • Modified Date : 2019-11-15 12:50:51


બનાસકાંઠા વહીવટીતંત્ર વિચરતી વિમુકત જાતીઓ માટે હંમેશને માટે સંવેદનશીલ વિચરતી જાતીઓ માટે રાજયમાં સૌથી વધારે કામ થયુ હોય તો બનાસકાંઠા જિલ્લામાં નાના મોટા કેટલાંય પ્રશ્નો ઉકેલાયા છે. પરંતુ કેટલાંક રહી પણ જતાં હોય છે. તો વિચરતી વિમુકત જાતીઓના રહેણાંક પ્લોટ, રેશનકાર્ડ, પીવાના પાણી, વીજળી, લાઇસન્સ વગેરે પ્રશ્નો માટે વિચરતા સમુદાય સમર્થન મંચે રજૂઆત કરેલ. આ સંદર્ભ બનાસકાંઠા કલેક્ટર સંદિપ સાંગલેએ જિલ્લાના પ્રાંત અધિકારીઓ અને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ બોલાવી અને તાલુકા વાઇઝ પ્રશ્નોની રજૂઆત થઇ. આ બાબતે ટુંક સમયમાં આ પ્રશ્નો બાબતે સંવેદના દાખવી તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. આ મીટિંગમાં સંસ્થાના સચિવ મિત્તલબેન  અને બનાસકાંઠા સંયોજક નારણ રાવળ હાજર રહેલ. મિત્તલબેને માનસરોવર ખાતે રહેતા ૪૦ કુટુંબો જે પુલના કારણે જેમના ઝુંપડા તુટવાના છે એમની મુલાકાત કરી અને આ લોકોને પ્લોટ અને મકાન મળે તે માટે આશ્વાસન આપ્યુ.  આ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી. કલેક્ટરે હકારાત્મક લઇ એમને પાલનપુરથી ૫ કિ.મી. ના અંતરે કાયમી ધોરણે પ્લોટ આપવામાં આવશે તેવુ આશ્વાસન આપ્યુ. પાલનપુર હોન્ડા શો રૂમની પાછળ ઝુંપડામાં રહેતા ૪૦ કુટુંબોને વહીવટીતંત્ર  દ્વારા આપવામાં આવેલ અંત્યોદય રેશનકાર્ડનું વિતરણ મિત્તલબેનના હાથે કર્યુ. આ તબક્કે સંવેદનશીલ કલેક્ટર અને એમની ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી ટુંક સમયમાં આ તમામ પ્રશ્નો ઉકેલાય તેવી આશાઓ  વીએસએમના સંયોજક અને તેની ટીમે વ્યક્ત કરી હતી.



Download Our B K News Today App



Related News