બે ઋતુને લઈ વડગામ સી.એસ.સી.માં દર્દીઓનો ઘસારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 13:12:10
  • Views : 348
  • Modified Date : 2020-03-17 13:12:10

બે ઋતુને લઈ વડગામ સી.એસ.સી.માં દર્દીઓનો ઘસારો બે ઋતુને લઈ વડગામ સી.એસ.સી.માં દર્દીઓનો ભારે  ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવતા દર્દીઓએ  આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં દવા છાંટવામાં આવે તેવી માંગ કરી હતી.છેલ્લાં કેટલાંક સમયથી દેશમાં કોરોના વાઇરસે ઉહાપોહ મચાવ્યો છે. ત્યારે બીજી બાજુ હાલમાં બે ઋતુ એટલે કે દિવસે ગરમી અને રાત્રે ઠંડી પડે છે. જેને લઇ તાલુકા મથક વડગામમાં આવેલા સી.એસ.સી. દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે આવતા દર્દીઓની સેવા માટે દવાખાનાનો સ્ટાફ ખડે પગે છે.  સરકાર દ્વારા મળતી તમામ સેવાઓ આપી રહ્યા હોય તેવું દર્દીઓ જણાવી રહ્યા છે. ત્યારે કેટલાંક દર્દીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા ગામોમાં વિવિધ જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં આવે અને આયુર્વેદિક ઉકાળો લોકોને આપવામાં આવે  ત્યારે ફરજ પરના  ડોકટર અનિલભાઈ ડાભીએ જણાવ્યું હતું કે આવતા દર્દીઓ માટે અમારાથી થાય તેટલી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.  બે ઋતુ હોવાથી દર્દીઓનો ઘસારો વધારે હોય છે અને આવા સમયે  સામાન્ય બીમારીઓ થવાની પણ હાલ કોરોના વાઇરસના લીધે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

 

Download Our B K News Today App



Related News