બાપલા સી.આર.સીના ચેકિંગમાં વક્તાપુરા પ્રા. શાળાને તાળું જોવા મળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-07 12:28:11
  • Views : 654
  • Modified Date : 2020-07-07 12:28:11

ધાનેરા તાલુકામાં 70 ટકા શિક્ષકો ડીસા, પાલનપુરથી અપડાઉન કરી રહ્યા છે. તેમાં પણ કોરોનામાં 33 ટકા સ્ટાફ હાજર રહેવાનુ ફરમાન કરવામાં આવતા શિક્ષકો શાળાઓમાં આવતા પણ નથી અને માત્ર એકાદ શિક્ષક હાજર જોવા મળતા હોય છે. ત્યારે વક્તાપુરા ગામે ઓચિંતી તપાસ કરતાં શાળા બંધ જોવા મળી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાશે. સરકાર દ્વારા શિક્ષકો માટે નવી ગાઇડ લાઇન આપતાં શાળામાં 33 ટકા સ્ટાફ જ હાજર રાખવો તેવા હુકમ હોવા છતાં જે લોકલ શિક્ષકો હોય છે તેવા જ શિક્ષકો નોકરી પર હાજર હોય છે. અને અન્ય જગ્યાઓથી અપડાઉન કરતા શિક્ષકો શાળાઓમાં ન આવતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે.જેથી તાલુકા પ્રા. શિક્ષણાધિકારી દ્વારા અલગ અલગ સી.આર.સી.ઓને વહેલી સવારે ફોન કરીને શાળાની તપાસ કરવા માટે ઓચિંતુ જણાવતા બાપલા સી.આર.સી દ્વારા વક્તાપુરા ગામની પ્રા. શાળાની મુલાકાત લેતાં શાળાને તાળા જોવા મળ્યા હતા. અને આચાર્યને ફોન કરતાં તેઓ પણ બહાર ગયા હોવાનું જાણવા મળ્યું હતું.આ બાબતે ગ્રામજનો બોલાવી પંચનામુ કરી આ બાબતે રીપોર્ટ તાલુકા શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગેની જાણ અન્ય શિક્ષકોને થતાં કેટલાક અપડાઉન કરતા શિક્ષકો પોતાની શાળામાં પહોંચી ગયા હતા. તાલુકા પ્રા.શિક્ષણાધિકારીએ શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવા માટે જીલ્લામાં મોકલી અપાવમાં આવશે તેમ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News