સુઇગામ સીએચસીમાં મેડિકલ ઓફિસરે નર્સની છેડતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:43:13
  • Views : 2405
  • Modified Date : 2020-02-19 14:43:13

સુઇગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક યુવતીને નાઈટ ડ્યુટી દરમ્યાન ફરજ પરના મેડિકલ ઓફિસરે ખભા પર હાથ મૂકી બિભત્સ અપશબ્દો બોલતાં હેબતાઈ ગયેલી સ્ટાફ નર્સે મેડિકલ ઓફિસર વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.
સુઇગામ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી એક નર્સ 11-ડિસેમ્બરના રોજ ઘરેથી પોતાના ભાઇ સાથે દવાખાને હાજર થવા આવી હતી. દરમ્યાન 8 વાગ્યે ફરજ ઉપર હાજર થઇ હતી. જે સમયે પટાવાળા અને નાઈટ ડ્યુટી ડો.અનંતભાઈ ગોહિલ હાજર હતા. રાત્રે દશેક વાગ્યે હોસ્પિટલ સુપ્રિટેનડેન્ટ અને મેડિકલ ઓફિસર ડો.અશોક ચૌધરી આવ્યા અને કહેલ કે ડિલિવરી માટે કોણ પેશન્ટ છે. જે અંગે સ્ટાફ નર્સે કહેલ કે અત્યારે ઇમરજન્સી કોઇ કેસ નથી. બપોરે આવેલ હતો તે છે. તો મેડિકલ ઓફિસરે કહેલ કે ડિલિવરીવાળું પેસન્ટ બીજે કેમ રીફર કર્યું, જે અંગે સ્ટાફ નર્સે કહેલ કે તેણીની બપોરે રજા પર હતી અને સાંજે આઠ વાગ્યે ડ્યુટી જોઈન્ટ કરેલ છે. જે બાદ ડો.અશોક ચૌધરીએ સ્ટાફ નર્સના ખભે હાથ મૂકી સ્ટાફ નર્સને કહેલ કે તને ડિલિવરી કરતાં ફાવે છે તેમ જણાવી બિભત્સ અપશબ્દો બોલ્યા હતા. સ્ટાફ નર્સ ડો.અશોક ચૌધરીને આ બાબતે ઠપકો દેતાં જાનથી મારી નાખવાની ધમકી આપતાં હેબતાઈ ગયેલ સ્ટાફ નર્સે બાજુના રૂમમાં સુતેલા પોતાના ભાઇને જગાડ્યા હતા. જે અંગે સ્ટાફ નર્સે સી.એચ.સી.ના મેડિકલ ઓફિસર વિરુદ્ધ સુઇગામ પોલીસ સ્ટશને છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી બાબતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વાવ પીએસઆઈ જી.કે.જાડેજાએ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News