ઝીઝુડી રોડ પર બસે રિક્ષાને ટક્કર મારતાં બેને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 10:56:15
  • Views : 370
  • Modified Date : 2020-03-19 10:56:15

તાલુકાના ઝીઝોડી જાયલા રોડ પર સરકારી બસ GJ-12-1-2951 ભિલોડા કણાદર-વિજયનગર રૂટની બસના ચાલકે બેફામ રીતે અને પુરઝડપે ગફલતભરી બેફીકરાઇ રીતે બીજાની જીદગી જોખમાય તે રીતે ચલાવી ભૂતાવડ છાપરાના જગદીશભાઈ નાથુભાઈ મોડિયાની રીક્ષાને અડફેટમાં લઇ અકસ્માત કરીને નાની મોટી ઇજાઓ કરી તથા સાહેદ અંજુબેન બાબુભાઇ ખરાડીનાઓને ફ્રેકચર સહિતની ઇજાઓ કરી બસ સ્થળ ઉપર મુકી ભાગી ગયો હતો. બન્ને ઇજાગ્રસ્તોને ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બનાવ અંગે ભુતાવડ છાપરાના જગદિશભાઇ નાથુભાઇ મોડીયાએ સરકારી એસટી બસ(. GJ - 18 - Y - 2951)ના ચાલક વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News