બુરાલ ગામમાં શૌચાલયનું મસમોટું કૌભાંડ સામે આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-23 18:41:26
  • Views : 598
  • Modified Date : 2019-07-23 18:41:26

:ડીસા તાલુકાના બુરાલ ગામે શૌચાલયનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયમાં ઘણા ખરા શૌચાલય બન્યા નથી અને જે બન્યા છે તેમાં મોટાભાગના શૌચાલય શોષકુવા વગરના જોવા મળી રહ્યા છે. જેના કારણે આ ગામમાં મોટું કૌભાંડ થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.બુરાલ ગામમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જેમાં મોટાપાયે ગેરરીતિ થયા હોવાના પુરાવા બહાર આવ્યા છે. પત્રની વિગતો મુજબ જવાબદાર તલાટી કમમંત્રીએ પોતાની સહીથી બુરાલ ગામમાં ૬૨ શૌચાલયના પૈસા ઉધરી ગયા છે. જેમાંથી એક પણ શૌચાલય પૂર્ણ થયું નથી. બુરાલ ગામમાં યોજનાકીય ફલક ધ્યાને લેતા બે જ લાઇન સર્વે ૨૦૧૨ બાદ જૂન ૨૦૧૭થી સપ્ટેમ્બર ૨૦૧૭ દરમ્યાન ૪૪૩ શૌચાલય લક્ષ્યાંકિત નક્કી કરવામાં આવ્યા હતા. ૪૪૩ લાભાર્થીઓમાંથી ૫૧ લાભાર્થીઓના નામો એકરૂપ છે. તેથી આ ગામમાં એકરૂપ પૂરું નામ ધરાવતા વ્યક્તિઓ ૫૧ છે કે કેમ ?

તે બાબતની ખાતરી કરાવવા તાલુકા કક્ષાએથી ૧૦૨ની સંખ્યામાં આધારકાર્ડની નકલ મેળવવાની થાય છે. આ ગામમાં લક્ષ્યાંકિત ૪૪૩ શૌચાલયનો ચુકવણીમાંથી ૩૩ શૌચાલયનું વધુ ચુકવણું કરેલ છે. આ ગામમાં ૭૨ રેશનકાર્ડની સામે ૧૬૫નું ચુકવણું થયું છે. આ ગામે સંચાલન ન બનાવીને સખીમંડળ દ્વારા નાણાં સ્વીકારાઈ મોટું કૌભાંડ આચર્યુ હોવાનું ઘટસ્ફોટ થયો છે. વધુમાં તાલુકા કક્ષાએથી ૧૦૦%  સ્થળ પર શૌચાલયની સ્થિતિ અને તાંત્રિક ચકાસણી કરવાની હોય છે તેથી ચુકવણાની પ્રક્રિયા સંભાળતા તાત્કાલિક કર્મચારીઓના નામ હોદ્દા મેળવી રેકર્ડ આધારીત ખાતરી કરવાની જવાબદારી તાલુકા કક્ષાએથી વિગત મેળવી શિક્ષાત્મક પગલાં લેવાના થાય છે.

Download Our B K News Today App



Related News