બુલેટ ટ્રેનના ટ્રેક માટે સિવિલ વર્કનું 20 હજાર કરોડનું દેશનું સૌથી મોટું ટેન્ડર બહાર પડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 08:24:45
  • Views : 511
  • Modified Date : 2019-04-19 08:24:44

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેનનો એલિવેટેડ ટ્રેક બનાવવા નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટેન્ડર બહાર પડાયું છે. કુલ 508 કિ.મી.ના રૂટ પૈકી 47 ટકા રૂટનું આ ટેન્ડર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા બાદ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવા કવાયત હાથ ધરાઇ છે. વડોદરામાં સ્લેબ ટ્રેક પર ટ્રેનિંગ શરૂ થયા બાદ અંદાજે 68 ફૂટ ઉંચા એલિવેટેડ ટ્રેક માટે ટેન્ડર પ્રક્રિયા થઇ છે. સૂત્રો મુજબ આ અંગે દેશની માત્ર બે કે ત્રણ કંપની બીડ કરી શકશે. જાપાનની કંપની સાથે કોલેબ્રેશન હોય તેવી કંપની અથવા જાપાનની કંપની પણ બીડમાં ભાગ લઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટેન્ડર પ્રક્રિયા સુરત ડિવિઝન દ્વારા કરવામાં આવી છે. કરજણથી અમદાવાદ વડોદરા ડિવિઝનમાં આવે છે. જે આગામી 10 દિવસમાં આ રૂટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરશે.

Download Our B K News Today App



Related News