દિયોદર ના મકડાલા ગામે લૂંટ નો નિષ્ફળ પ્રયાસ માલિક ને છરી મારી બુકાનીધારી ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-05 16:37:34
  • Views : 646
  • Modified Date : 2020-02-05 16:37:34

દિયોદર ના મકડાલા ગામે લૂંટ નો નિષ્ફળ પ્રયાસ માલિક ને છરી મારી બુકનીધારી ફરાર

 મોડી રાત્રે કરિયાણાની દુકાન માં એક શખ્સ ઘુસી ગઈ હુમલો કર્યોદિયોદર તાલુકાના મકડાલા ગામે કરિયાણાની દુકાનમાં એક બૂકાનીધારી લૂંટના ઈરાદે દુકાનમાં ઘુસી જઈ દુકાન માલિકને છરી મારી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. જેમાં ઈજાગ્રસ્ત દુકાન માલિકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જે અંગે દિયોદર પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.દિયોદર તાલુકા ના મકડાલા ગામે રહેતા મહેન્દ્રસિંહ વાઘેલા જે મકડાલા ગામમાં કારીયાણાની દુકાન ધરાવે છે. જે ગત મંગળવારના રોજ રાત્રે આઠ કલાકે પોતાની દુકાન પર બેઠા હતા. ત્યારે, એક ઈસમ બૂકાનીધારી પહેરી દુકાનમાં આવી છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. જેમાં દુકાન માલિકે હાથ રોકતા બુકાનીધારીએ તેના હાથમાં રહેલ છરી વડે દુકાન માલિક પર હુમલો કર્યો હતો, અને આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં દુકાન માલિકે બુમાબુમ કરતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા અને અને દુકાન મલીકને તાત્કાલિક સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. જે અંગેની જાણ દિયોદર પોલીસને કરતા દિયોદર પી એસ આઈ એસ.એસ.રાણે તેમની ટિમ સાથે મોડી રાત્રે ઘટના સ્થળ પોહચી ઇજાગ્રસ્ત દુકાન માલિકનું નિવેદન લઈ, અજાણીયા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે. જેમાં મકડાલા અને આજુ બાજુ વિસ્તારમાં ફાયરિંગ થયું હોવાની અફવા ફેલાતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. જેમાં ફાયરિંગની અફવા હોવાનું અને પોલીસને સમગ્ર બનાવ ના સી સી ટીવી ફૂટેજ હાથ લાગતા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે જેમાં ફાયરીગ ની ઘટના અફવા હોવાનું બહાર આવતા લોકોએ હાશકારોઅનુભવ્યો છે. ગ્રામીણ વિસ્તારમાં બૂકાનીધારી લૂંટના ઈરાદે હુમલો કરવામાં આવતા આજુબાજુના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.

ફાયરિંગ ની અફવા થી લોકો માં ભય દુકાન માલિક સારવાર હેઠળલૂંટ ના ઈરાદે કરિયાણા ની દુકાન માં બૂકાનીધારી દ્વારા દુકાન માલીક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઈજા ગ્રસ્ત દુકાન માલિક ને સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે 

Download Our B K News Today App



Related News