કોરોના વોર્ડમાંથી બિલ્ડર સુનિલ ભંડેરી ફરાર થવાનો મામલો, બે પોલીસકર્મી સહિત ત્રણ સામે ગુનો દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-28 15:33:09
  • Views : 440
  • Modified Date : 2020-08-28 15:33:09

      કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી મહિલા પર બળાત્કાર ગુજારવાના કેસમાં આરોપી બિલ્ડર સુનિલ ભંડેરી ગુરુવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો. જે મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી સુનિલ અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ દીનેશકુમાર તેમજ LRD વનરાજસિંહ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બંને પોલીસકર્મીઓ કોરોના વોર્ડની બહાર જાપ્તામાં હતા અને બેદરકારીથી સુનિલ નાસી ગયો હતો. આરોપી સુનિલ હાલમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે.શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં પરિણીતાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી બેભાન કરીને તેનો બીભત્સ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી બળાત્કાર ગુજારનાર આરોપી બિલ્ડર સુનિલ ભંડારી સિવિલના કોરોના વોર્ડમાંથી ફરાર થઈ ગયો છે. તેની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરીને કોરોના ટેસ્ટ કરાવવા સિવિલ હોસ્પિટલમાં લઇ ગઈ હતી. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. ગુરુવારે વહેલી સવારે આરોપી સુનિલ વોર્ડમાંથી ફરાર થઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડની બહાર કડક પોલીસ જાપ્તો હોય ત્યારે આરોપીને ફરાર થઈ ગયો કે કૃષ્ણનગર પોલીસ દ્વારા ભગાડવામાં આવ્યો તેના પર સવાલ ઊભા થયા હતા.નરોડામાં રહેતી એક મહિલા તેના પતિ સાથે લગ્ન સમારંભમાં ગઈ હતી. જ્યાં તેના પતિનો મિત્ર સુનિલ ભંડારી તેનો મળ્યો હતો. ઘરે આવ્યા બાદ મિત્રનો ફોન આવ્યો હતો કે, ભાભીએ જે સાડી પહેરી હતી તે સરસ છે મારી પત્ની માટે લેવી છે. આમ કહેતા પતિએ પત્ની સાથે મિત્રની વાત કરાવી હતી. ત્યારબાદ આ બિલ્ડર એવા સુનિલ ભંડારી મહિલાના સંપર્કમાં રહેતો હતોએક દિવસ પતિની ગેરહાજરીમાં તે આવ્યો હતો અને મહિલાને ચોકલેટ ખવડાવતા મહિલા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ મહિલાનો વીડિયો ઉતારી બિલ્ડરે ધમકી આપી હતી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સુનિલ ધીરુભાઈ ભંડારી સહિત ત્રણ શખ્સ વિરૂધ્ધ ગત તા.19મીના રોજ મહિલાએ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં કૃષ્ણનગર પોલીસે સુનિલ ભંડારીને ધરપકડ કરી સાંજે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..

Download Our B K News Today App



Related News