26મી જાન્યુઆરી પર આતંકી હુમલાનું એલર્ટ, BSFએ 'ઓપરેશન સર્દ હવા' શરૂ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-22 18:10:32
  • Views : 550
  • Modified Date : 2020-01-22 18:10:32

26 જાન્યુઆરીએ આતંકી હુમલાની શક્યતાને પગલે BSFએ દેશની બોર્ડર પર સુરક્ષા વધારી દીધી છે.  તેમજ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. BSFએ 15 દિવસનું એલર્ટ આપ્યું છે. કોઇપણ આતંકી ઘટનાને પહોંચી વળવા માટે BSFએ બોર્ડર પર ટૂપ્સની સંખ્યા વધારી દીધી છે. ગુજરાતના હરામીનાળાના વિસ્તારમાંથી લશ્કરના આતંકી ઘૂસણખોરી કરે તેવી શક્યતા જણાવવામાં આવી છે.ભારત-પાક. બોર્ડર પર BSFએ 'ઓપરેશન સર્દ હવા' શરૂ કર્યું છે. તેના માટે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, અને ગુજરાતની બોર્ડર પર 15 દિવસનું એલર્ટ જાહેર કરાયું છે. કોઇપણ પ્રકારના આતંકી હુમલાને ઉકેલવા માટે BSFએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ગુપ્ત એજન્સીને મળેલી માહિતી મુજબ 6 રીતે આતંકી ભારત પર હુમલો કરી શકે છે.પાકિસ્તાન અફઘાની અને તાલિબાની આતંકીઓની ભારતમાં ઘૂસણખોરી કરાવી શકે છે. પાકિસ્તાન આતંકી ડ્રોન દ્રારા હથિયાર મોકલી શકે છે. BSFના સૂત્રના જણાવ્યાં મુજબ આતંકી કમાન્ડર પાર આર્મી અને ISIની મદદથી પ્રી પ્રોગ્રામ્ડ ડ્રોન ઉપયોગ હથિયાર મોકલવા માટે કરી શકે છે. આ તમામ શક્યતાને જોતા બીએસએફએ સરહદી સીમા પર સુરક્ષા વધારી દીધી છે.

Download Our B K News Today App



Related News