#બી.એસ.સી. સેમ ૨ અને ૪ નું પરિણામ ન આવે ત્યાં સુધી એમ.એસ.સી. પ્રવેશ પ્રક્રિયા લંબાવવા એ.બી.વી.પી. ની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 12:12:18
  • Views : 490
  • Modified Date : 2019-06-04 12:12:18

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી બી.એસ.સી. સેમેસ્ટર બે અને પાંચનું પરિણામ હજુ સુધી જાહેર કરી નથી ત્યાં એમ.એસ.સી.ની ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની કાર્યવાહી બંધ કરી દેવામાં આવતા અને વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય તેમ હોય સોમવારના રોજ એ.બી.વી.પી.એ રજીસ્ટારને આવેદનપત્ર આપી એમએસસીની પ્રવેશ પ્રક્રિયા લંબાવવા બી.એસ.સી. સેમ ૨ અને ૪ નું પરિણામ ઝડપથી પ્રસિદ્ધ કરવા આવેદન પત્ર આપ્યું હતું.યુનિવર્સિટી દ્વારા જૂન માસથી શરૂ થઈ રહેલા નવીન શૈક્ષણિક સત્ર માટે વિવિધ અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે જેમાં હાલમાં એમ.એસ.સી.માં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧/૫/૨૦૧૯ રાખવામાં આવેલી હતી. અને યુનિવર્સિટી દ્વારા ફાળવવામાં આવેલા હેલ્પ સેન્ટર ઉપર વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે ૩ જૂન ૨૦૧૯ સુધી સમય ફાળવવામાં આવેલ છે ત્યારે બીજી તરફ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી સાયન્સની બી.એસ.સી. સેમેસ્ટર ૨ અને ૪ નું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી ત્યાં એમ.એસ.સી.ની પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવતા જે વિદ્યાર્થીઓને બી.એસ.સી. સેમેસ્ટર ૨ અને ૪ માં એટીકેટી છે તેવા વિદ્યાર્થીઓ તેમનું પરિણામ હજુ સુધી જાહેર થયું ન હોવાથી જો તેઓ પરીક્ષામાં પાસ થાય તો એમ.એસ.સી.માં પ્રવેશથી વંચિત રહી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાથી આવા વિદ્યાર્થીઓએ ચિંતા કરી જ્યાં સુધી બી.એસ.સી. સેમેસ્ટર ૨ અને ૪ નુ પરીણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી એમ.એસ.સી. પ્રવેશ પ્રક્રિયા લંબાવવા માટે ગતરોજ યુનિવર્સિટીના રજીસ્ટાર ડો ડી.એમ.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એ.બી.વી.પી.ના મંત્રી વિવેક જોશી પૂર્વ મંત્રી મહેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News