ડિંડોલીમાં BScના વિદ્યાર્થીએ બે પેપર ખરાબ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-26 14:06:34
  • Views : 473
  • Modified Date : 2020-02-26 14:06:34

 ડિંડોલી વિસ્તારમાં બીએસસીના સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષામાં બે પેપર ખરાબ જતા આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી-નવાગામ વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં વિવેક સુજીતભાઈ મિશ્રા (ઉ.વ.20) પરિવાર સાથે રહેતો હતો. વિવેક કોસંબા ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં બીએસસી સેમ-2માં અભ્યાસ કરતો હતો. હાલ પરીક્ષા ચાલતી હોવાથી થોડો તણાવમાં આવી ગયો હતો. દરમિયાન બે પેપર ખરાબ જતા વધુ ટેન્શનમાં આવી ગયો હતો. ગત રોજ રાત્રે જમીને વાંચવા માટે રૂમમાં ગયો હતો. ત્યારબાદ માતા પાણીને લઈને જતા પુત્ર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પુત્રએ પંખા સાથે કેબલ વાયર બાંધી ફાંસો ખાઈ લેતા માતાએ બૂમાબૂમ કરી હતી. જેથી લોકો એકઠાં થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારજનોએ જણાવ્યું કે, પરિવારમાં બે પુત્રો છે વિવેક બીએસસીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે મોટો ભાઈ યુએસએમાં નોકરી કરે છે. પરિવારના નાના દીકરાએ પરીક્ષામાં બે પેપર ખરાબ જતા તણાવમાં આવી આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાયો છે. હાલ સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News